ગુજરાતમાં આ તારીખથી બંધ થઇ જશે CNG ગેસનું વેચાણ, લેવાયો સૌથી મોટો નિર્ણય

CNG strike: CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો 3 માર્ચે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે.

ગુજરાતમાં આ તારીખથી બંધ થઇ જશે CNG ગેસનું વેચાણ, લેવાયો સૌથી મોટો નિર્ણય

ઝી બ્યુરો/ગાંધીનગર: આજે ગુજરાત રાજ્યના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. 03.03.2023ને શુક્રવારે સવારે 07 કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. CNGના વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. જેના માટે પત્રો, અનેક મિટીંગો કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ નિર્ણય લેવાયો છે. 3 માર્ચથી CNG વેચાણ બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો 3 માર્ચે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માંગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

No description available.

CNG ડીલર્સ માર્જિન 55 મહિનાથી ના વધતા લેવાયો નિર્ણય:
FGPDA (ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન)ના તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે લખ્યું છે કે, CNG ડીલર માર્જીન છેલ્લા 55 મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે ગુજરાચ રાજ્યના તમામ CNG ડીલરોએ તા.3-3-2023ને શુક્રવારે સવારે 7 કલાકથી CNGનું વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. જેમાં એક નોધ પણ લખેલી છે કે,ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જોડાયા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news