અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીનો મોટો ધડાકો, 24 કલાકમાં કાર્યવાહી નહિ થાય તો હું ઉપવાસ કરીશ
Paresh Dhanani On Amreli Letterkand : ડુપ્લિકેટ પત્રિકા મામલે યુવતીને લઇને પરેશ ધાનાણીએ ફૂંક્યુ રણશિંગુ... પીડિત યુવતી માટે ન્યાયની માંગ કરી... લેટરકાંડમાં પાટીદાર યુવતીની પડખે આવેલા પરેશ ધાનાણીએ કહ્યું, દીકરીને ન્યાય નહીં મળે તો હું ધરણા કરીશ
Trending Photos
Amreli News : અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી ઉપવાસ કરશે. 24 કલાકમાં પોલિસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, નેતાના ઈસારે યુવતીને પરેશાન કરનાર કર્મચારી પર કાર્યવાહી થાય છે. અમરેલી પોલીસવડાની કચેરી સામે ઉપવાસ કરીશ.
લેટરકાંડમા પાયલ ગોટી મામલે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે. પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી યુવતીને ન્યાય અપાવવા માંગ કરી છે. બનાવટી લેટર કાંડમા યુવતી પાયલ નિર્દોષ હોવાનું તેમણે જણાવ્યું. તેઓએ વધુમાં કહ્યું કે, યુવતી પાયલને પોલીસે 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખી. યુવતીને ઢોર માર મારવામાં આવ્યો છે.
પરેશ ધાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશીક વેકરીયાને ચીમકી આપી. આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડીસમીસ કરવાની માંગ કરી. ધાનાણીએ કહ્યું કે, 24 કલાકમાં દિકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. 24 કલાકમાં પગલા નહી લેવાય તો ગુરુવારે સવારે 10 વાગે થી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે કરીશ 24 કલાકના ઉપવાસ કરીશ.
તેમણે રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડાવા આહવાન કર્યું. પત્રમા લખાયેલા મુદ્દા બાબતે કૌશિક વેકરીયાને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ધાનાણીએ પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે, જો કૌશિક વેકરીયા દુધે ધોયેલાં હોય તો આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેકું છું.
તો બીજી તરફ, લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ બાદ હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા મોડે મોડે મેદાનમાં આવ્યા છે. પ્રશાંત ધાનાણીના નિવેદન બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ સંસદ નારણ કાછડીયાએ જાતે વીડિયો બનાવી પ્રતિક્રિયા જાહેર કરી છે. જેમાં અમરેલી ભાજપના જ નેતા નારણ કાછડીયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, આવી ઘટના બને ત્યારે શરમથી માથું ઝૂકી જાય. અમરેલી પોલીસએ જે કર્યું છે તે માટે કોઈ શબ્દો મારી પાસે વખોડવાના નથી. નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને અમરેલીની બજારમાં સરઘસ કાઢવું. કોઈને સારા થવા માટે અમરેલી પોલીસએ કૃત્ય કર્યું છે તે દેખાય છે. આવું કરવા પાછળ કોનો ઈશારો શા માટે કર્યું છે? આ ખરેખર લેટર ક્યાંથી આવ્યો કોની સહી છે સાચા થાય તો કલાકમાં બહાર આવી જાય. ગુનેગાર હોય તેની સજા થવી જોઈએ. અમરેલી જિલ્લા વહીવટી તંત્રને વનસાઈડ દેખાય છે તે બંધ કરે તંત્ર આંખ કાન ખુલા રાખે. જાહેર જીવનમાં હું 30 વર્ષથી છું આવી ઘટના કોઈ દિવસ બની નથી આજે બની છે. પાર્ટીને નુકસાન થયું છે તેમા કોઈ શંકા નથી પાર્ટીમાં બેઠેલા લોકોનું શરમથી માથું ઝૂકી જાય તેવી છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખને કહું છું દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે