Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ, 22 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં આજે થોડી  રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12911 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 22 લોકોના મૃત્યુ થયા છે.

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ, 22 લોકોના મૃત્યુ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં આજે થોડી  રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12911 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 22 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 23197 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10345 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 9,92,431 લોકો સાજા થયા છે. 

રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4405, વડોદરા કોર્પોરેશન 1871, રાજકોટ 1008, સુરત કોર્પોરેશન 708, ગાંધીનગર કોર્પોરેશન 364, ભાવનગર કોર્પોરેશન 233, જામનગર કોર્પોરેશન 172, જુનાગઢ કોર્પોરેશન 15, કેસ સામે આવ્યા છે. 

જ્યારે વડોદરા 524, સુરત 386, મહેસાણા 302, પાટણ 270, રાજકોટ 259, બનાસકાંઠા 243, કચ્છ 243, આણંદ 196, ભરૂચ 180, વલસાડ 171, મોરબી 166, ગાંધીનગર 158, ખેડા 144, નવસારી 142, સાબરકાંઠા 105, અમદાવાદ 96, સુરેન્દ્રનગર 70, અમરેલી 69, પંચમહાલ 50, જામનગર 43, દાહોદ 37, ગીરસોમનાથ 36, દેવભૂમિ દ્રારકા 33, પોરબંદર 32, ભાવનગર 30, મહીસાગર 29, તાપી 28, અરવલ્લી 19, છોટા ઉદેપુર 15, નર્મદા 12, બોટાદ 6 અને ડાંગ 5 એમ કુલ 12,911 નોંધાયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 27, 2022

રાજ્યમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 7 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1 જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયા છે. જ્યારે મહેસાણામાં 2, નવસારીમાં 1 એમ કુલ 22 લોકોના મોત થયા છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 117884 છે. જેમાં 304 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10345 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 992431 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 88.56 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 9 કરોડ 71 લાખ 90 હજાર 691 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ-બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news