પાટીદારોના ગઢમાં પાટીલનો ઝંઝાવાતી પ્રચાર, સુરતમાં યોજી ભવ્ય રેલી
Trending Photos
- ઢોલ-નગારા સાથે ઠેરઠેર પાટીદારોના ગઢમાં પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના હોમટાઉન સુરતમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો
- રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા
ચેતન પટેલ/સુરત :શુક્રવારે ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે, તે પહેલા બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આવામાં ભાજપ સ્ટાર પ્રચારકો સાથે મેદાનમાં આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં મગ્ન છે. ત્યાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના હોમટાઉન સુરતમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો છે. સુરતમાં પાટીદારોના ગઢમાં સીઆર પાટીલની જંગી બાઈક રેલી નીકળી છે.
પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં સીઆર પાટીલ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. સુરતના સરથાણાથી ભાજપની ભવ્ય બાઈક રેલી નીકળી હતી. આ બાઈક રેલીમાં ધારાસભ્યો અને સાંસદો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં છે. વરાછા અને લિંબાયત વિસ્તારમાં પાટીલની રેલી નીકળી હતી. ઢોલ-નગારા સાથે ઠેરઠેર પાટીદારોના ગઢમાં પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. સુરતમા વોર્ડ નંબર 3, 4, 5, 14, 15, 16, 17માં રેલી ફરવાની છે. જે સુરતના પર્વત પાટીયા ખાતે પહોંચીને બાઈક રેલી પૂર્ણ થશે.
આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાયા હતા. લગભગ 2 કિલોમીટર સુધી લાંબી રેલી નીકળી હતી. રેલીમાં સીઆર પાટીલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રચારના દ્રશ્યોમાં હજારોની સંખ્યામા કાર્યકર્તાઓ જોવા મળ્યા છે. ઝી 24 કલાકની વાતચીતમાં સીઆર પાટીલે કહ્યું કે, ભાજપમાં લોકો વિશ્વાસ ધરાવે છે. જે બતાવે છે કે અહીં કેટલા લોકો જોડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે