ભોજનમાંથી નીકળ્યાં મરેલાં દેડકાં અને જીવાત; ગાંધીજીની સંસ્થામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં
ભાવનગરના સણોસરામાં આવેલી પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/ભાવનગર: રાજ્યમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાતની ઘટનાઓ તો છાશવારે બનતી હોય છે. ત્યારે ફરી એકવાર ભાવનગરના સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના ભોજનમાં મરેલા દેડકાં અને જીવાત નીકળ્યા છે. આરોગ્ય સાથે ચેડાં થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં યોગ્ય ખોરાક ન મળતો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.
ભાવનગરના સણોસરામાં આવેલી પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને દેડકાં આવી જતા હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને દેડકાં આવતા ભારે રોષ ફેલાયો હતો. અગાઉ અનેક રજૂઆત છતાં ઝેરી ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ લાલઘૂમ થયા છે.
અગાઉ અનેકવાર વિદ્યાર્થીઓએ આવી ફરિયાદ કરી ચૂક્યા છે. તેમ છતાં પૌષ્ટિક ભોજન ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ કોઈ વિદ્યાર્થી બીમાર પડશે તો જવાબદાર કોણ હશે, તેવો સવાલ પણ પેદા થઈ રહ્યા છે. ત્યારે સવાલ એવો પણ પેદા થાય છે કે, ક્યાં સુધી આવું જ જીવાતવાળું ભોજન પીરસાતું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે