ભાવનગરની જનતા ભગવાન ભરોસે? પાણીની ટાંકીમાં એવડું ગાબડું કે, ગટર કરતા ખરાબ પાણી પીવા મજબુર
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં 1982 માં બનાવાયેલી ઓવરહેડ ટાંકીના ઉપરના ભાગનો સ્લેબ તૂટી પડતા મનપાના શાશકો અને અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જો કે જાણકારોનું કહેવું છે કે, આ ગાબડું તો એક મહિનાથી પડ્યું હતું પરંતુ તાજેતરમાં કોઈએ ડ્રોન ઉડાવતા તૂટી ગયેલો ભાગ નજરે પડતા ચકચાર મચી જવા પામી હતી. આ ટાંકીનો ભાગ જમીન ઉપર પડ્યો હોત તો દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ સદભાગ્યે ગાબડું ટાંકીની અંદર પડવાથી કોઈ જાનહાની થવા પામી નથી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : શહેરના કાળીયાબીડ વિસ્તારમાં 1982 માં બનાવાયેલી ઓવરહેડ ટાંકીના ઉપરના ભાગનો સ્લેબ તૂટી પડતા મનપાના શાશકો અને અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જો કે જાણકારોનું કહેવું છે કે, આ ગાબડું તો એક મહિનાથી પડ્યું હતું પરંતુ તાજેતરમાં કોઈએ ડ્રોન ઉડાવતા તૂટી ગયેલો ભાગ નજરે પડતા ચકચાર મચી જવા પામી હતી. આ ટાંકીનો ભાગ જમીન ઉપર પડ્યો હોત તો દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ સદભાગ્યે ગાબડું ટાંકીની અંદર પડવાથી કોઈ જાનહાની થવા પામી નથી.
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી પાણીની ટાકીનો ઉપરના ભાગનો સ્લેબ અચાનક તૂટીને સ્લેબનો કાટમાળ ટાંકીના અંદરના ભાગે પાણીમાં જ ગરકાવ થઇ જવાના બનાવે શહેરમાં ચકચાર જગાવી છે. આ ટાંકી મુખ્ય રસ્તા પર હોવાથી સ્લેબ તૂટી જતાં રસ્તાની ધૂળ ઉડીને પાણીમાં ભળી રહી છે. જેના કારણે લોકોને અશુદ્ધ પાણી પીવાનો વારો આવશે તેમ મનાઈ રહ્યું છે. જે તે સમયે પોણા બે લાખની વસ્તી ધરાવતા ભાવનગર શહેરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેએ માટે શહેરના ઊંચાઈ ધરાવતા કાળીયાબીડ વિસ્તારમાં 1982 માં આ પાણીની ટાંકીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.
1985 માં આ ટાંકીમાંથી લોકોને પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો. આ ટાંકી 17,00,000 લીટર પાણીની ક્ષમતા ધરાવે છે. આ ટાકીમાંથી કળિયાબીડ વિસ્તારની અસંખ્ય સોસાયટીઓ સહિત અડધા ભાવનગર શહેરમાં પીવાનું પાણી સપ્લાય થાય છે. જેથી હવે સ્લેબ તૂટી ગયા બાદ તાત્કાલિક રીપેરના થાય તો અડધા શહેરને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. હાલ તો ટાંકીનો ઉપરના સ્લેબનો ભાગ તૂટી જતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સિટી એન્જીનીયરે જણાવ્યું હતું કે, તાકીદે હવે આ ટાંકીના રીપેરીંગ ની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવશે તેમજ શહેરની અન્ય ઓવરહેડ ટેન્કના સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે