ડ્રગ્સ હેરાફેરીનું સેન્ટર બન્યું ગુજરાત, 26 લાખના MD ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ
ગુજરાતના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ (Drugs) પકડાતા ચકચાર મચી ગયો હતો. ત્યારે રાજ્યના બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાંથી ડ્રગ્સ પકડાવવાનો કિસ્સા સામે આવ્યો છે
Trending Photos
અલ્કેશ રાવ/ પાલનપુર: ગુજરાતના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ (Drugs) પકડાતા ચકચાર મચી ગયો હતો. ત્યારે રાજ્યના બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાંથી ડ્રગ્સ પકડાવવાનો કિસ્સા સામે આવ્યો છે. પાલનપુર (Palanpur) માંથી પોલીસે એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે બે શખ્સોની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા (Banaskantha) ની પાલનપુર SOG પોલીસે (Palanpur SOG Police) શહેરના એરોમા સર્કલ પાસેથી એમડી ડ્રગ્સ (MD Drugs) ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી રાજસ્થાન (Rajasthan) તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone Drugs) ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 26 લાખ રૂપિયાની કિંમતનું 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાલનપુર SOG પોલીસે રાજસ્થાનના બે આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ આ ડ્રગ્સ કોને આપવાના હતા અને કટેલા સમયથી તેઓ આ ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલા છે તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે