ગુજરાતમાં ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે મોટો ખુલાસો! કેમ ખોટી પડી રહી છે આ કહેવત
ગ્લોબલ વોર્મીગના કારણે ચોમાસાની પેટર્ન અને વરસાદ પડવાની પધ્ધતિ બદલાઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં તાપમાનનો પારો ધાર્યા કરતાં વધારે ઉંચાઇએ પહોચ્યો છે. જે એસી માત્ર ઉનાળામાં ચાલુ કરવા પડતા હતા, એ અત્યારે શરુ કરવાની ફરજ પડી રહી છે.
Trending Photos
Gujarat Weather 2024: ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે પર્યાવરણ વિદ્દ મહેશ પંડ્યાએ એક મોટું નિવેદન આપ્યું છે. મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ચોમાસામાં ગુજરાતી કહેવત પ્રમાણે શ્રાવણના સરસરીયા અને ભાદરવો ભરપુર વરસાદ વરસતો હતો. પરંતુ અત્યારના ચોમાસામાં આ કહેવત ખોટી પડી રહી છે. ગ્લોબલ વોર્મીગના કારણે ચોમાસાની પેટર્ન અને વરસાદ પડવાની પધ્ધતિ બદલાઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં તાપમાનનો પારો ધાર્યા કરતાં વધારે ઉંચાઇએ પહોચ્યો છે. જે એસી માત્ર ઉનાળામાં ચાલુ કરવા પડતા હતા, એ અત્યારે શરુ કરવાની ફરજ પડી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગ્લોબલ વોર્મીંગ સાથે સ્થાનિક કારણો પણ એટલા જ જવાબદાર છે. વિકાસ માટે કપાતા વૃક્ષો અને કોંકીટના જંગલો સૌથી મોટું કારણ છે. વરસાદનું જે પાણી જમીનમાં ઉતરવું જોઇએ એ ટોપીગ અને રોડ કવર કરવાના કારણે ઉતરતું નથી. જમીનમાં પાણી ઉતરવા પગલે જે ભેજનું પ્રમાણ થવું જોઇએ, એ થતુ નથી. ઝાડનું તેત્રીસ ટકા કવર હોવુ જોઇએ, એ પણ નથી. પ્રદુષણની વધતી માત્ર વાઇટ ટોપીગ રોડ અને જમીનમાં પાણી ન ઉતરવાથી શહેરનું તાપમાન વધ્યું છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બનાવાયેલા વાઇટ ટોપીંગ રોડ પર વૃક્ષોના થડને આરસીસીથી કવર કરવાના મુદ્દે પર્યાવરણ વિદ્દ મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. કોંક્રીટના જંગલમાં વાઇટ ટોપીંગ રોડે વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું. કોંક્રિટના જંગલમાં કોંક્રીટના રોડ બન્યા છે. જેના કારણે તાપમાનમાં વધારો થયા છે, સાથે વૃક્ષોને નુકસાન પણ એટલું જ થયું છે.
વૃક્ષો માટે જરૂરી ક્યારો રહ્યો નથી. વૃક્ષોને મળતો ઓક્સિજન, ખાતર-પાણી બંધ થયા છે. આ બધા પરિબળોના કારણે આજના સમયમાં માત્ર બે વર્ષમાં વૃક્ષ સુકાઇ જશે. આ વૃક્ષ કાપવાની નવી પધ્ધતિ તો નથીને..હવે જો રોડ તોડી ક્યારા બનાવાશે તો પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સની બરબાદી થશે. અમદાવાદ મહાનગર પાલિકાએ રોડ બનાવતાં પહેલાં ધ્યાન રાખવું પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે