એક પરિવારના 8 સદસ્યો પ્રજ્ઞાચક્ષુ, છતાં તમામ આત્મનિર્ભર થઈને જીવે છે જીવન

કેટલીક બીમારીઓ એવી હોય છે જે પરંપરાગત મળતી હોય છે. કેટલાક કિસ્સાઓ આખાને આખા પરિવારો તેનો ભોગ બનતા હોય છે. આવામાં ગુજરાતમાં એક એવો પરિવાર સામે આવ્યો છે, જેના 8 સદસ્યો પ્રજ્ઞાચક્ષુ છે. છતા આ પરિવારના લોકો સ્વભાનભેર જીવન જીવે છે. તેઓ કોઈના પર આધાર ન રહીને જાત મહેનત કરીને પેટિયુ રળે છે. 
એક પરિવારના 8 સદસ્યો પ્રજ્ઞાચક્ષુ, છતાં તમામ આત્મનિર્ભર થઈને જીવે છે જીવન

ઝી મીડિયા/બ્યૂરો :કેટલીક બીમારીઓ એવી હોય છે જે પરંપરાગત મળતી હોય છે. કેટલાક કિસ્સાઓ આખાને આખા પરિવારો તેનો ભોગ બનતા હોય છે. આવામાં ગુજરાતમાં એક એવો પરિવાર સામે આવ્યો છે, જેના 8 સદસ્યો પ્રજ્ઞાચક્ષુ છે. છતા આ પરિવારના લોકો સ્વભાનભેર જીવન જીવે છે. તેઓ કોઈના પર આધાર ન રહીને જાત મહેનત કરીને પેટિયુ રળે છે. 

સાયલાના શિરવાણિયા ગામના ઓઘાવાળી સીમમાં શેખ પરિવાર રહે છે, જે પ્રજ્ઞાચક્ષુ પરિવાર તરીકે પ્રખ્યાત છે. આ પરિવારમાં એવુ એ છે કે, પ્રજ્ઞાચક્ષુ માતાપિતાના સંતાનો પણ પ્રજ્ઞાચક્ષુ જ જન્મે છે. સીમમાં રહેતા બીજલભાઈ પોલાભાઈ શેખ અને તેમનાં પત્ની આસુબહેન, બંને પ્રજ્ઞાચક્ષુ છે. તેમના પુત્ર હીરાભાઈ અને પુત્રી જુગલબહેન પણ અંધ છે. હીરાભાઈએ પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેમાં તેમના ઘરમાં દીકરાનો જન્મ છે. તેમનો દીકરો વિશાંત પણ જન્મજાત અંધ છે. તો બીજી તરફ, દીકરી જુગલના ત્રણ સંતાનો પણ અંધ જ છે. 

આ પરિવાર ભલે આંખે અંધ હોય છે, તે સ્વમાનભેર જીવન જીવે છે. દૃષ્ટિહીન માતા આસુબહેન અને તેમની પુત્રી જુગલબેન ખેતી કરીને સ્વમાનભેર જીવન જીવે છે. બીજલભાઈ પણ જીવ્યા ત્યા સુધી ખેતી સાથે જોડાયેલા રહ્યા. હીરાભાઈ અંધ વિદ્યાલયમાં ભણીને શિક્ષક બન્યા. તો જુગલબહેનનાં 3 સંતાન પણ અંધ છે. જુગલબહેને પણ પુત્ર રમેશને અભ્યાસ માટે અમદાવાદ અને પુત્રી નીતાને રાજકોટ મોકલ્યાં છે. આમ, આ પરિવાર ક્યારેય કોઈના પર નિર્ભર ન રહ્યો.

અપંગતા વારસામાં મળી 
અંધ માતા-પિતાના જનીન કે રંગસૂત્રમાં ખામી હોય તો સંતાનો અંધ જન્મી શકે અને વારસાગત પણ અંધત્વ આવી શકે છે. આવા 10 હજારે કેસએક જોવા મળે. કુટુંબમાં જ લગ્ન કરવાનો કે સગોત્રી લગ્નનો રિવાજ ધરાવતા સમાજમાં આવા કિસ્સાનું પ્રમાણ જોવા મળે છે. લગ્ન પહેલાં યુવક-યુવતી રંગસૂત્રની ચકાસણી કરાવે તો પારિવારિક અંધત્વ દૂર કરી શકાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news