સુરતના 5 એન્જીનિયરીંગ વિદ્યાર્થી રાજસ્થાનના 700 ગામોની દૂર કરશે પીવાના પાણીની તંગી, ગેહલોત સરકાર આફરિન

સુરતના 5 એન્જીનિયરીગ સ્ટુડન્ટ એ પાણીની અછત દૂર કરવા, દરિયાઈ ખારા પાણીને મીઠું કરવા અને લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે પોતાની કમર કસી છે. એવું કહેવાય છે કે આ 5 યુવાનોએ જે રિસર્ચ કર્યું છે. તે આગામી દિવસોમાં ક્રાંતિ સાબિત થઈ શકે છે. 

સુરતના 5 એન્જીનિયરીંગ વિદ્યાર્થી રાજસ્થાનના 700 ગામોની દૂર કરશે પીવાના પાણીની તંગી, ગેહલોત સરકાર આફરિન

ચેતન પટેલ/સુરત: કહેવાય છે કે મન હોઈ તો માંડવે જવાય. આ કહેવત સુરતના 5 એન્જીનિયરીંગ સ્ટુડન્ટે સાર્થક કરી છે. આ યુવાનોએ એક ખાસ રિસર્ચ કરતા રાજસ્થાનના 700 ગામોને હવે પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે અને સાથે દક્ષિણ ગુજરાતના વોટર જેટ ઉદ્યોગોને પણ પાણીની અછત હવે નહીં સર્જાય. તો આવો જોઈએ આ યુવાનોએ એવું તો શું કર્યું કે જેનાથી દેશના લોકો તેમને સલામ કરી રહ્યા છે.

હાલમાં દેશમાં પાણીની અછત ચાલી રહી છે. સાથોસાથ જે પાણી મળે છે એમાં કેટલાય કિસ્સાઓમાં પીવાનું પાણી ખરાબ આવતી હોવાની રાવ મળતી હોય છે. ત્યારે સુરતના 5 એન્જીનિયરીગ સ્ટુડન્ટ એ પાણીની અછત દૂર કરવા, દરિયાઈ ખારા પાણીને મીઠું કરવા અને લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે પોતાની કમર કસી છે. એવું કહેવાય છે કે આ 5 યુવાનોએ જે રિસર્ચ કર્યું છે. તે આગામી દિવસોમાં ક્રાંતિ સાબિત થઈ શકે છે. 

આવતીકાલે પાટીદારોના 'નરેશ'ની રાજકારણમાં એન્ટ્રી! જાણો કમળ, ઝાડૂ કે હાથ કયું ચિન્હ કરશે પસંદ

યશ તરવાડી, ભૂષણ પર્વતે, જ્હાન્વી રાણા, નિલેશ શાહ, ચિંતન શાહ તમામ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. તેમણે દેશમાં જે રીતે પાણીની અછત સર્જાઈ રહી છે અને દેશ મોટાભાગે દરિયાકાંઠાથી ઘેરાયેલો છે. ત્યારે તેને કઈ રીતે ખારા પાણીથી શુદ્ધ કરી પીવાલાયક બનાવી શકાય. આ માટે આ પાંચેય યુવાઓએ 5 વર્ષ સુધી મહેનત કરી અને રિસર્ચને પેટર્ન કરાવ્યું છે. તેને સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ જશે. રાજસ્થાનની સરકાર ડિવાઈસથી પ્રભાવિત થઈ એન્જિનિયરોના ગૃપ દ્વારા સોલરથી ચાલતું ડિવાઈસ બનાવાયું છે. 

No description available.

મહત્વની વાત એ છે કે, ખારા પાણીમાંથી મીઠું બનતું આ પાણી મિનરલયુક્ત છે અને પાણીજન્ય રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમના આ રિસર્ચથી પ્રભાવિત રાજસ્થાન સરકાર પણ છે. ટૂંક સમયમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના 700 ગામ ટેક્નિકના કારણે પીવાલાયક પાણી મેળવી શકશે. 5 એન્જિનિયરે એવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે. જેનાથી દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરી શકાય છે. આ ડિવાઈસ થકી હાલમાં ઓલપાડ તાલુકામાં દરરોજ 1500 લિટર ખારા પાણીને પીવાલાયક બનાવવામાં આવી રહ્યું છે જેનો લાભ આસપાસના ગામના લોકો લઇ રહ્યા છે.

આ પ્લાન્ટ સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે. એટલે કે, તેને વિજળીની જરૂર નથી. વળી RO સિસ્ટમમાં ઘણા મિનરલ હોતા નથી અને લાંબા ગાળે આરોગ્ય માટે લાભકારી પણ નથી. જોકે, આ સોલાર પ્લાન્ટમાંથી જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત હશે. તેમાં રહેલી કોપરની ગુણવત્તા આરોગ્ય માટે સારી છે અને તે પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે.

સૂર્યના કિરણોને વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે, રિસિવરમાં ખારું પાણી લેવામાં આવે છે, જે સોલારથી ચાલે છે. તેમાં ખારા પાણીનું મીઠું અને અન્ય પાર્ટ રિસીવરમાં રહી જાઈ છે અને માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામના ડીવાઇઝથી પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે. ત્યારબાદ પ્રોસેસ થયેલું પાણી પીવાલાયક બને છે. 

આ સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠું પાણી આપી શકાય છે. આ પાણી દરેક પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news