ભાવનગરમાં સરકારની ચિરંજીવી યોજના એક વર્ષથી બંધ, દર્દીઓ પણ ભગવાન ભરોશે

શહેરમાં છેલ્લા એક વર્ષથી સરકારની ચિરંજીવી યોજના બંધ થતા ભાવનગરની ગરીબ જનતાને મબલક રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. 

ભાવનગરમાં સરકારની ચિરંજીવી યોજના એક વર્ષથી બંધ, દર્દીઓ પણ ભગવાન ભરોશે

નીતિન ગોહેલ/ભાવનગર: શહેરમાં છેલ્લા એક વર્ષથી સરકારની ચિરંજીવી યોજના બંધ થતા ભાવનગરની ગરીબ જનતાને મબલક રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારી યોજના તો બહાર પાડી પરંતુ આ યોજના ભાવનગર શહેરમાં બંધ થતા સામાન્ય વર્ગનાં લોકોને હાલાકી પડી રહી છે. આ બાબતે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના આધિકારી પણ સ્વીકારી રહ્યા છે કે, આ યોજના ડોક્ટરોનાં અભાવે છેલ્લા એક વર્ષ બંધ છે.

Bhavnagar-Hopital-1
 
મધ્યમવર્ગના લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે સરકારની ચિરંજીવી યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે આ યોજના છેલ્લા એક વર્ષથી ભાવનગર શહેરમાં બંધ થઇ ગઈ છે. સરકારની ચિરંજીવી યોજના બાબતે બી.એમ.સીનાં આરોગ્ય વિભાગનાં અધિકારી પૂછતા તેવો જણાવી રહીયા છે કે આ યોજનામાં શહેરનાં કોઈ ડોક્ટરો જોડાવવા રાજી ના હોવાથી આ યોજના બંધ કરી કરવી પડી છે. તેમજ આ યોજનાને ફરીથી શરુ કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આહિંયા સવાલ એક જ થાય છે કે, ભાવનગરમાં હજારોની સંખ્યામાં ડીલીવરી અર્થે દર્દીઓ આવતા હોય છે અને આ યોજના બંધ થવા ને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મસ મોટા રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. 

Bhavnagar-Jyotiben-3
 
ચિરંજીવી યોજના બંધ થતા મહિલાઓને મોટુ નુકશાન
ભાવનગરનાં નિર્માણનગરમાં રહેતા જ્યોતિબેન જેઠવા નામનાં મહિલાની પ્રસુતાની ડીલીવરી કરવામાં આવી છે. જ્યોતિબેનનું કહેવું છે કે સરકારની ચિરંજીવી યોજના શરુ હોત તો તેમને 35 હજાર જેવી મોટી રકમ ચૂકવામાંથી બચી શક્યા હોત. પરંતુ સરકારી યોજના બંધ થઇ જવાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યોતિબેન જેવી ઘણી એવી સગર્ભાઓ છે જેના કુટુંબો રોજનું લાવી રોજ ઘર ચલાવે છે. ત્યારે તંત્રને જ્યોતિબેનએ વિનતી સાથે તંત્રને જણાવેલ કે મારા જેવી મુશ્કેલી જો સરકાર દ્વારા ચિરંજીવી યોજના ફરી શરુ કરવામાં આવે તો અન્ય ગરીબ અને માધ્યમ વર્ગની સગર્ભાઓ આવી કપરી પરિસ્થિતિથી માંથી છુટકારો મળી શકે છે. 

Bhavnagar-R.K.SINHA
 
ડોક્ટરોને સરકાર દ્વારા આપવામાં આવતુ વેતન ઓછુ પડે છે: આર.કે.સિન્હા
આ બાબતે મહાનગર પાલિકાના આરોગ્ય આધિકારી આર.કે.સિન્હા સાથે સીધી મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સરકારની ચિરંજીવી યોજના ખુબ સરસ છે. પરંતુ સરકારના નિયમ મુજબ આજ થી એક વર્ષ પહેલા ડોકટરો સાથે સરકાર દ્વારા કરવામાં આવેલ એમોયુંની અવધી પુરીઓ થતા આ યોજના હાલ તુરંત બંધ કરી દેવાઈ છે. અને ડોકટરોને સરકાર દ્વારા આપવામાં આવતું વેતન ઓછુ પડતું હોવાનું આરોગ્ય આધિકારી આર.કે.સિન્હાએ જણાવેલ પણ જોવા જેવું તો ત્યારે થાય કે ડોક્ટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે પરંતુ ભાવનગરની અંદર જાણે માનવતા મરી પડી હોય તેવું લાગી રહ્યું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news