ગુજરાતના રાજ્યપાલે કોરોના સંક્રમણની લડાઇમાં રૂ. 50 લાખની સહાયની કરી જાહેરાત
પ્રધાનમંત્રીના રાહત ફંડPM CARES – Prime minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund માં રૂ. 25 લાખ અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 25 લાખ એમ કુલ મળીને રૂ. 50 લાખની સહાયની જાહેરાત કરી છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણ સામેનીસમગ્ર દેશની લડાઇમાં સહયોગી થઇને માનવતાના આ કાર્યમાં દેશવાસીઓ વધુને વધુ આગળ આવે તેવી પ્રેરક ભાવના સાથે પોતાના વિવિકાધિન ફંડમાંથી પ્રધાનમંત્રીના રાહત ફંડPM CARES – Prime minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund માં રૂ. 25 લાખ અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 25 લાખ એમ કુલ મળીને રૂ. 50 લાખની સહાયની જાહેરાત કરી છે.
રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું છે કે કોરોનાની મહામારીના સામના માટે સમગ્ર દેશ અને ગુજરાતના નાગરિકોની સેવા અને સહકારની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની જહેમતના પરીણામે શ્રેષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ સામેની સમગ્ર રાષ્ટ્રની આ લડાઇમાં સૌ નાગરિકો ઉદાર હાથે સહયોગ આપી નાગરિક ધર્મ બજાવે તેવી અપીલ પણ આ તકે રાજ્યપાલએ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે