કોંગ્રેસનો આરોપ, 'મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને'
ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ પર લેવાતા વેટ સેસ અને એક્ઝાઇઝમાં ઘટાડો કરવાની અથવા તો પેટ્રોલીય પેદાશોને જીએસટીમાં આવરી લેવાની માંગ કરવામાં આવી છે
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ પર લેવાતા વેટ સેસ અને એક્ઝાઇઝમાં ઘટાડો કરવાની અથવા તો પેટ્રોલીય પેદાશોને જીએસટીમાં આવરી લેવાની માંગ કરવામાં આવી છે. પેટ્રોલના વધતા ભાવ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહેચ્યા છે.'
પેટ્રોલના વધતા ભાવ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહેચ્યા છે. જાન્યુઆરીથી ૭ મહિનામાં ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો ભાવ વધારો, આ ઓછુ હોય તેમ ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી મોંઘવારીના મારથી પરેશાન પ્રજા પર પડતા પર પાટુ મારવા જેવો ઘાચ સર્જાયો છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઈલના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના નિર્ણયોથી ઓઈલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૯૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે.
કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો કે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂા. ૪૦ અને ડિઝલ રૂા. ૩૨ ના ભાવે આપી શકાય તેમ છે પણ, મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથ વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યાં છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને આપવામાં આવતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે