Gujarat Election 2022: બીજા તબક્કામાં 187 ઉમેદવાર કરોડપતિ, 92 ઉમેદવાર સામે ગંભીર ગુનાઓઃ ADR રિપોર્ટ

Gujarat Assembly election 2022: ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. એડીઆર દ્વારા આ 833 ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.     

Gujarat Election 2022: બીજા તબક્કામાં 187 ઉમેદવાર કરોડપતિ, 92 ઉમેદવાર સામે ગંભીર ગુનાઓઃ ADR રિપોર્ટ

સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં કુલ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) યોજાવાની છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 833 ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. જેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 20 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 

બીજા તબક્કાની ચૂંટણીને લઇ ADRનો રિપોર્ટ જાહેર
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 20 ટકા એટલે કે 163 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ 163 ઉમેદવારોમાંથી 92 ઉમેદવારો એટલે કે 11 ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાઓ દાખલ છે. 2017ની ચૂંટણીમાં 12 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. 

બીજા તબક્કાના ભાજપના 93 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો, કોંગ્રેસના 90 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો, AAPના 92 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો, BTPના 12 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. 9 ઉમેદવારો પર મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એક ઉમેદવાર સામે બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. 2 ઉમેદવારો પર હત્યાનો ગુનો નોંધાયેલો છે. 

એડીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં ભાજપના 75, કોંગ્રેસના 77 અને આમ આદમી પાર્ટીના 35 ઉમેદવારો કરોડપતિ છે. 506 એટલે કે 61 ટકા ઉમેદવારો માત્ર 12 ધોરણ સુધી ભણેલા છે. આ સિવાય 264 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. તો 27 ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે. 32 ઉમેદવારો એવા છે જેને માત્ર લખતાં-વાંચતા આવડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news