લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કરી પેપર ફોડનારા જીવે છે વૈભવી જીવન, ઈર્ષ્યા થાય તેવી છે હાર્દિકની સંપત્તિ
Gujarat Paper Leak : લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કરી પેપર ફોડનારા જીવે છે વૈભવી જીવન... બાયડનો કેતન બારોટ છે વૈભવી કારનો શોખીન... અમદાવાદ અને બાયડમાં ધરાવે છે કરોડો રૂપિયાની સંપતિ...
Trending Photos
Paper Leak News Live Update : ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15ની ધરપકડ કરાઈ છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી છે. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરાઈ છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો છે..જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના છે. આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જીવન જીવે છે. કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે.
પ્રાંતિજના વદરાડ ગામનો હાર્દિક શર્માની સંડોવણી સામે આવી છે. અગાઉ હેડક્લાર્ક ભરતી કૌભાંડમાં પ્રાંતિજ એપી સેન્ટર રહ્યુ હતું. હાર્દિક શર્મા એ વખતે પણ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, હાર્દિક શર્મા નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. અમદાવાદ અને સાબરકાંઠામાં નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. તેનો અમદાવાદમાં જેતલપુર, નિકોલ અને પ્રાંતિજની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિસ્સો છે.
પેપરલી કૌભાંડમાં સાબરકાંઠાના હાર્દિક શર્માનું નામ પણ ખૂલ્યું છે. કેતન બારોટનો ખાસ મિત્ર હાર્દિક શર્મા પણ આરોપી છે. પ્રાંતિજના વદરાડનો હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો સહમાલિક છે. તે નર્સિંગ કોલેજોના નામે ગોરખધંધા ચલાવે છે. નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં પણ તે સહમાલિક છે. કેતન અને હાર્દિક શર્મા વૈભવી મોજશોખવાળી લાઈફના શોખીન છે.
આ પણ વાંચો :
શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પર બગડ્યા : પેપરલીક પર આપ્યું મોટું નિવેદન
રાજ બારોટ એ કેતન બારોટનો સાળો છે
તો બીજી તરફ, પેપરલીક આરોપી રાજ ઉર્ફે શિવમ બારોટના ઘરે અરવલ્લી પોલીસ પહોંચી હતી. બાયડના ગાબટ રોડ પર આવેલા શિવમ બારોટના ફ્લેટ પર સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રાજ બારોટ એ કેતન બારોટનો સાળો છે. બાયડના કેતન બાદ રાજ બારોટનું નામ પણ સામે આવ્યું હતું. જેમાં ખૂલ્યુ કે, આરોપી કેતન બારોટનો સાળો રાજ બારોટ છે. છેલ્લા ૧૫ દિવસથી રાજ બારોટ સતત કેતન સાથે જ હતો. હાલ પોલીસે રાજ બારોટ પણ પકડી લીધો છે.
જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર કેવી રીતે ફૂટ્યું?
ઓડીશાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફૂટ્યું
પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર જીત નાયકે પેપર ફોડ્યું
જીત નાયક પૈસાની લાલચમાં પેપર પ્રદીપ નાયકને આપ્યું
પેપર મળ્યા બાદ પ્રદીપ નાયકે ઓડીશાના સરોજનો સંપર્ક કર્યો
સરોજના સાગરીતો મારફતે ગુજરાતમાં પેપર વેચવાની ચેનલ બનાવી
મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ મિન્ટુકુમાર, પ્રભાત, મુકેશની સામેલ કર્યા
પેપર વેચવા માટે વડોદરાના ભાસ્કર ચૌધરી, અમદાવાદના કેતન બારોટનો સંપર્ક કર્યો
ભાસ્કર ચૌધરી, કેતન બારોટે પેપર વેચવાની તૈયારી બતાવી
તમામ આરોપી પેપર સોપવા માટે બિહારથી વડોદરા આવવા રવાના થયા
સુરતમાં રહેતો મૂળ ઓડીશાનો નરેશ મોહંતી પણ જોડાયો
ગુજરાતના એજન્ટ હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ, રાજ બારોટને વડોદરા બોલાવ્યા
ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઈઝ ટેકનોલોજીની ઓફિસમાં આરોપી ભેગા થયા
ATSએ સુરત ક્રાઈમ બ્રાંચ, વડોદરા SGOને સાથે રાખી રેડ કરી
વૈભવી કારનો શોખીન છે કેતન બારોટ
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે છે. કેતન બારોટ પકડાયેલા 15 આરોપીઓમાંથી એક છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં છે. ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ છે. બોગસ એડમિશન મામલે કેતમ જેલમાં રહી ચુક્યો છે. દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીકનો આ આરોપી રહી ચૂક્યો છે. કેતન બારોટના દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચાલે છે. કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે સંપત્તિ ધરાવે છે. હાલ ગુજરાત એટીએસ તેની પૂછપરછ કરી રહી છે. તો તે વૈભવી કારનો શોખીન હોવાનું પણ સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે