હવે વેપારીઓને ગુમાસ્તા ધારા નોધણીમાંથી મુક્તિ, રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય 

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્મયને કારણે રાજ્યમાં વેપાર કરી રહેલા લોકોને ફાયદો થશે. દર વર્ષે રીન્યું કરવામાં આવતા લાયસન્સમાંથી મુક્તિ મળશે. 
 

હવે વેપારીઓને ગુમાસ્તા ધારા નોધણીમાંથી મુક્તિ, રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય 

હિતલ પારેખ/ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્મયને કારણે રાજ્યમાં વેપાર કરી રહેલા લોકોને ફાયદો થશે. દર વર્ષે રીન્યું કરવામાં આવતા લાયસન્સમાંથી મુક્તિ મળશે. 

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુમાસ્તા ધારામાં નોધણી કરાવતા વેપારીઓને એક જ ટાઇમ ફી ફરીને નોધણી કરાવાની રહેશે. અને વન ટાઇમ ફી ભરીને લાઇસન્સની પરવાનગી ચાલુ રાખી શકાશે. વેપારીઓને વારંવાર દર વર્ષે લાયસન્સ રીન્યું કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા માટેનો મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય માની શકાય છે.

હિટ એન્ડ રન : માતાની નજર સામે બાઈક ચાલકે બાળકને ફંગોળ્યો, થયું મોત

રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોધાયેલા એકમોમાં ફેરફાર કરાતા સામાન્ય દુકાન દારો અને નાના વેપારીઓને રાહત મળશે. મહત્વનું છે, કે વિજય રૂપાણી દ્વારા અગાઉ પણ પેટ્રોલ પંપના માલિકોને ગુમાસ્તા ધારામાંથી મુક્તિ આપીને વન ટાઇમ ફી ભરીને લાયસ્નસની પરવાનગી ચાલુ રાખી શકશે તેવો નિર્ણય કર્યો હતો. અને હવે સામાન્ય વેપારીઓ માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news