ગુજરાતમાં યોજાઈ આર્મ ફોર્સિસની 'સ્પેશિયલ ઓપરેશન ડીવિઝન'ની ડ્રીલ

ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા રાજ્યમાં અજાણ્યા સ્થળે એક સપ્તાહ સુધી સ્પેશિયલ ડ્રીલ કરવામાં આવી હતી. પારંપરિક યુદ્ધ અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહની વિશેષ ટ્રેનિંગ મેળવેલા કમાન્ડોએ આ ડ્રીલમાં ભાગ લીધો હતો. 
 

Trending Photos

ગુજરાતમાં યોજાઈ આર્મ ફોર્સિસની 'સ્પેશિયલ ઓપરેશન ડીવિઝન'ની ડ્રીલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ ગુજરાતમાં ભારતીય સેનાના 'સ્પેશિયલ ઓપરેશન' ડિવિઝનની એક વિશેષ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા રાજ્યમાં અજાણ્યા સ્થળે એક સપ્તાહ સુધી સ્પેશિયલ ડ્રીલ કરવામાં આવી હતી. પારંપરિક યુદ્ધ અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહની વિશેષ ટ્રેનિંગ મેળવેલા કમાન્ડોએ આ ડ્રીલમાં ભાગ લીધો હતો. 

સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાની આ સ્પેશિયલ ડ્રીલમાં થલસેનાના સ્પેશ્યલ પારા કમાન્ડો, નૌકાદળના મારકોર્સ કમાન્ડો અને વાયુસેનાના ગુરુડ કમાન્ડોએ ભાગ લીધો હતો. એક સપ્તાહ સુધી ચાલેલી આ ડ્રીલ શનિવારે પુરી થઈ છે. આ ડ્રીલમાં જવાનોએ પોતે મેળવેલી વિશેષ તાલીમનું પ્રદર્શન કર્યું હતું.  

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વર્ષ 2018માં દેશના અંદર અને અન્ય દેશમાં વિશેષ કાર્યવાહી કે ઓપરેશન માટે ભારતીય સેનાની આ 'સ્પેશિયલ ડિવિઝન' બનાવવાની જાહેરાત કરી હતી અને 2019માં તેની રચના કરાઈ હતી. જેમાં 150થી 200 કમાન્ડોને વિશેષ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ડિવિઝનમાં 2000 જવાનોને સામેલ કરવામાં આવશે. 

ભારતીય સેનાની ત્રણેય પાંખના આ સ્પેશિયલ કમાન્ડોને પારંપરિક યુદ્ધ અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. ભારતીય સેનાનું આ સ્પેશિયલ ડિવિઝન 'ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ' હેઠળ આવે છે. ગુજરાતમાં યોજાયેલી આ વિશેષ ડ્રીલમાં જવાનોએ વિવિધ યુદ્ધ કૌશલ્ય અને વિવિધ કાર્યવાહીની પ્રેક્ટિસ કરી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news