આજે 25 દિવસ થયા છતાં આ જિલ્લાના ગામડામાં ઓસર્યા નથી વરસાદી પાણી, કરોડોનું નુકસાન
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની 25 દિવસ અગાઉ ખાબકેલા ભારે વરસાદને લઇ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ધીરે ધીરે વરસાદી પાણી ઓસર્યા હતા પરંતુ આજે 25 દિવસ બાદ ઉમરેઠના સૈયદપુરા, હમીદપુરા, દેવકાપુરાની 1000 કરતા વધારે વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયેલા છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો તેને આજે 25 દિવસ થઇ ગયા છે.છતાં કેટલાક વિસ્તારોમાં આજે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે.ભારે વરસાદને લઇ કુદરતની થપાટ ખાઈ ચૂકેલા ખેડૂતો આજે તંત્રની લાલીયાવાડીને લઇ દયનિય સ્થિતિમાં મુકાયા છે. વાત છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની 25 દિવસ અગાઉ ખાબકેલા ભારે વરસાદને લઇ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ધીરે ધીરે વરસાદી પાણી ઓસર્યા હતા પરંતુ આજે 25 દિવસ બાદ ઉમરેઠના સૈયદપુરા, હમીદપુરા, દેવકાપુરાની 1000 કરતા વધારે વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયેલા છે જેને લઇ ખેડૂતો લાખો રૂપિયાનું નુકશાન થયું છે.
ખેડૂતોએ મોંઘાભાવના બિયારણ નાંખી જાત ઘસીને ડાંગરની વાવણી કરી હતી પરંતુ કાંસ વિભાગની ઘોર બેદરકારીને લઇ આ તમામ પાક નિસ્ફળ ગયો છે. અજરપુરા,સૈયદપુરા,દેવકાપુરા સહિતના વિસ્તારમાં 1 હજારથી વધુ વીઘા જમીનમાં વરસાદી પાણી 24 દિવસ બાદ ઓસરતા નથી. જેના કારણે ચોમાસુ પાક ફેઇલ ગયો છે.
પાણી ઓસરતા નહીં હોવાથી ખેડૂતો તમાકુ ની રોપણી માટે ખેતરો તૈયાર કરી શકતા નથી.જેને લઇને 400થી વધુ ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલા કાંસની સફાઇ માત્ર ચોપડા પુરતી કરાઇ હોવાથી હજારો વીઘા જમીન બોરણા જતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. તો બીજી બાજુ વરસાદી પાણીના નિકાલ માટે તેમજ નુકસાનીનું વળતર ચુકવા માટે કોઇ જ કામગીરી આ વિસ્તારમાં હાથ નહીં ધરાઇ હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છતાં પણ કાંસ વિભાગની બેદરકારીને કારણે હજારો એકર જમીનમાં વરસાદી પાણી ઓસરવાનું નામ લેતું નથી. હાલમાં તંત્ર માત્ર ખંભાત, બોરસદ અને તારાપુર તાલુકામાં સર્વે હાથ ધર્યો છે.પરંતુ ઉમરેઠ અને આણંદ તાલુકાના સીમ વિસ્તારમાં 24 દિવસથી વરસાદી પાણી ત્રણથી ચાર ફૂટ ભરાયેલા જોવા મળી રહ્યાં છે. સૈયદપુરા, દેવકાપુરા,અજરપુરા સહિતના ગામોની સીમ વિસ્તાર કાંસના પાણીનો નિકાલ થતો નહીં હોવાથી ખેતી લાયક જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. જેને લઇને ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
આ અંગે ખેડૂતોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે ચલાલી પાસે વરસાદી પાણીના નિકાલના કાંસની કામગીરી માટે તંત્ર દ્વારા ખેડૂતોને પૈસા ચૂકવી સર્વે કરાવી લીધો છે.પરંતુ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી જેને લઇ વરસાદી પાણી આગળ જતા નથી અને ભરાવો થતા ખેતરોમાં પાકને નુકશાન થાય છે તેમજ ખેડૂતોએ કાંસ વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ જ પગલાં લેવાતા નથી.
તેમજ ડાંગર સહિત શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. તેમ છતાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો નથી.ત્યારે ખેડૂતો દ્વારા તેઓના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી વળતર ચુકવવામાં આવે અને ખેતરોમાં ભરાતા પાણીના નિકાલ માટે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે