ક્રિકેટર્સ માટે સારા સમાચાર, ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ઘોનીની ક્રિકેટ એકેડમી

MS Dhoni Cricket Academy : અમદાવાદ બાદ હવે રાજકોટમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની દ્વારા ક્રિકેટ એકેડમી શરૂ કરવામાં આવી છે, જેનો લાભ સૌરાષ્ટ્રભરના બાળકોને મળશે
 

ક્રિકેટર્સ માટે સારા સમાચાર, ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ઘોનીની ક્રિકેટ એકેડમી

MS Dhoni Cricket Academy In Rajkot : પૂર્વ ઈન્ડિયન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. તેઓએ પોતાની એકેડમી ગુજરાતના રાજકોટ શહેરમાં શરૂ કરી છે. આ એકેડમી તેઓએ શહેરના ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલની સાથે કોલાબોર્શન કરીને શરૂ કરી છે. ગુરુવારે એકેડમીનો પ્રારંભ કરાયો છે. ધોનીના સ્પોર્ટસ ટીચર અને બાળપણથી તેમના કોચ રહેલા કેશવ રંજન બેનરજીએ કહ્યું કે, તેમનો હેતુ પ્રતિભાશાળી બાળકોને ઉત્તમ કોચિંગ અને માર્ગદર્શન આપવાનું છે. 

આ એકેડમીની સાથે જ રાજકોટ એ ગુજરાતનું બીજું શહેર બની ગયું છે, જ્યાં મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. ધોનીએ પોતાની પહેલી ક્રિકેટ એકેડમી ગુજરાતના અમદાવાદ શહેરમાં 2021 ના વર્ષમાં શરૂ કરી હતી. તેઓએ શ્રી એન્ટરપ્રાઈઝની સાથે કોલાબોરેશન કર્યુ હતું. શ્રી એન્ટરપ્રાઈઝની પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમી મહેસાણાના વીસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એક નાની કોચિંગ સુવિધા પણ આપે છે તેવુ જાણવા મળ્યું છે.  

આ બાળકો સૌરાષ્ટ્ર માટે રમશે
મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઓએ સોહેલ રઉફે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર રણજી ટીમ વર્ષોથી સારું પ્રદર્શનકરી રહી છે. તેઓએ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી એકેડમી કોચિંગ અને માર્ગદર્શન પૂરુ પાડશે. તેમજ અમે ઈચ્છીએ છીએ કે, અમારી એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે. 

દિલ્હીના પૂર્વ રણજી પ્લેયર સોહેલ રઉફે આગળ કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીનું વિઝન બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીન, કોચ અને યુવા પ્રતિભાઓને અનુભવ પ્રદાન કરવાનું છે. એક ક્રિકેટર હોવાને કારણે તેઓ ગત 25-30 વર્ષોથી, હું તેમના સંઘર્ષનો અનુભવ કરી શકું છે, જેનાથી એક ક્રિકેટરને પસાર થવું પડે છે અને અમારો પ્રયાસ છે કે આપણી વર્તમાન પેઢીને વધુ સારું શું આપી શકીએ. 

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ એકેડમી ગુજરાત ઉપરાંત ભારતના અનેક શહેરોમાં છે. જેમ કે, તમિલનાડું, આંધ્રપ્રદેશ, કર્ણાટક, દિલ્હી અને રાજસ્થાનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news