સાળંગપુરમાં કષ્ટભંજનના દર્શન બાદ આ 2 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, દુનિયાભરના લોકો આવે છે જોવા
Must Visit Places In Salangpur: તમે જો સાળંગપુર જાઓ છો તો કષ્ટભંજન દેવના દર્શન કરવાની સાથે આ 2 અલૌકિક અને અદભૂત જગ્યાઓ જોઈ નથી જે સાળંગપુરને એક અનોખા રેકોર્ડમાં સ્થાન અપાવનાર છે તો તમારો ફેરો ફોગટ ગયો સમજજો.
Trending Photos
Must Visit Places In Salangpur: અમદાવાદથી સૌથી વધારે નજીક ધાર્મિક પ્રવાસ કરતાં વ્યક્તિઓનું મનપસંદ સ્થળ હોય તો એ સાળંગપુર છે. કષ્ટભંજન દેવના દર્શન કરવાથી અનેક કષ્ટો દૂર થઈ જાય છે. હનુમાનજીનો મહિમા પણ એવો છે કે દેશ વિદેશથી ભક્તો આ મંદિરમાં લાઈનો લગાવે છે. સાળંગપુર હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાય છે. અહીં 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિ જોવાનો એક અનેરો લ્હાવો છે. તમે જો સાળંગપુર જાઓ છો તો કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ ગુજરાતના પ્રથમ નંબરના એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલય જોઈને નથી આવ્યા તો તમારો ફેરો ફોગટ ગયો સમજજો. કષ્ટભંજન દેવના દર્શન કરવાની સાથે આ 2 અલૌકિક અને અદભૂત અને સાળંગપુરને એક અનોખા રેકોર્ડમાં સ્થાન અપાવનાર વસ્તુઓ જોવા લાયક છે.
આ પણ વાંચો:
બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહિયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિ બનાવાઈ છે. સાળંગપુર હવે ધીરેધીરે પર્યટન સ્થળ બની રહ્યું છે.
હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ 30 હજાર કિલો વજન ધરાવે છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગિચા પણ બનેલા છે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવાના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરે તેવા આશ્રય સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. 4 કરોડના ખર્ચે માત્ર મૂર્તિ બની છે.
ભોજનાલયની વિશેષતા
અહીં 55 કરોડના ખર્ચે આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જે 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલું છે. અહીં એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલ પર બેસીને જમી શકે છે. આ ભોજનાલય ગુજરાતમાં સૌથી વધારે ટેકનોલોજી થી સજ્જ છે. અહીંયા રસોઈ થર્મલ બેજ થી તૈયાર થશે અને એક સાથે 15 હજાર લોકોની રસોઈ માત્ર કલાકમાં જ બની જશે તેવી મશીનરીથી સજ્જ છે.
કિંગ ઓફ સાળંગપુર
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બન્યો છે. દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાય છે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવ્યું છે. બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવ્યું છે. બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત કરાયો છે. પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવ્યું છે.
એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકે છે. દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યો છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય છે. આ પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે. આ મૂર્તિ 4 કરોડના ખર્ચે બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે