Maha Cyclone અપડેટ : દિલ્હી-હરિયાણા-પંજાબની NDRFની ટીમ ગુજરાત પહોંચી
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાં (maha cyclone) ની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડા સામે લોકોને રક્ષણ અપાવવા દિલ્હી અને હરિયાણાથી NDRFની ટીમ ગુજરાત પહોંચી છે. તો પંજાબની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે. આ ટીમોને ગુજરાતના વિવિધ દરિયા કાંઠાના શહેરોમાં તૈનાત કરી દેવાઈ છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાં (maha cyclone) ની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડા સામે લોકોને રક્ષણ અપાવવા દિલ્હી અને હરિયાણાથી NDRFની ટીમ ગુજરાત પહોંચી છે. તો પંજાબની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે. આ ટીમોને ગુજરાતના વિવિધ દરિયા કાંઠાના શહેરોમાં તૈનાત કરી દેવાઈ છે.
અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા
દિલ્હીથી આવેલી હરિયાણા ટીમ એરલિફ્ટ કરીને જામનગર પહોંચી છે. તો હરિયાણા ndrf ના 140 જવાનો એરલિફ્ટ કરીને જામનગર પહોંચ્યા છે. આ ઉપરાંત પંજાબ ભટિંડાથી 100 ndrf જવાનો એરલિફ્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પહોંચશે. NDRF ટીમ 140 જવાનો અને 8 ટન બચાવ સામગ્રી સાથે C-17, GLOBEMASTER પ્લેન મારફતે જામનગર એરપોર્ટ પહોંચી છે. વધુ 100 જવાનો અમદાવાદ એરપોર્ટ ઉપર આવી શકે છે.
જાફરાબાદના દરિયાની સ્થિતિ..
ગઈકાલે જાફરાબાદના દરિયાકિનારેથી માછીમારી માટે નીકળી ગયેલી 500 બોટોમાંથી પરત લાવવાની તંત્રની જહેમત રંગ લાવી છે. હાલ જાફરાબાદના કિનારા પર 4૦૦ ઉપરાંતની બોટો દરિયા કિનારે અત્યાર સુધીમાં પહોંચી ચૂકી છે. જાફરાબાદમાં રજિસ્ટર થયેલી 575 બોટોમાંથી 50 થી 58 જેટલી બોટોને પરત લાવવાની કવાયત હાથ ધરાઈ છે. બંદર પર મરીન પોલીસ અને સ્થાનિક જાફરાબાદ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ લગાવી રહી છે. ફીશરીઝ વિભાગ, કોસ્ટ ગાર્ડ અને પોલીસ તંત્ર દ્વારા જાફરાબાદના બંદર પર દરિયાકાંઠે 4000 ઉપરાંતની જે બોટો હાલમાં પહોંચી ચૂકી છે. જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો હજુ દરિયામાં રહેલી 100 આસપાસની બોટોને મહા વાવાઝોડાની આફતથી બચાવવા માટે કિનારે લાંગરી દેવામાં આવશે.
મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર છે. 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો.
દીવ કલેકટરે પ્રેસ કોન્ફરન્સમાં જાણ કરી કે, દીવના દરિયે ગયેલી તમામ 290 બોટો પરત ફરી છે. વણાકબારાના ગોમતીપુર અને જલારામ સોસાયટીમાં દરિયાના પાણી ઘૂસી શકે તેવી શક્યતા હોવાથી લોકો માટે શેલ્ટર હાઉસ ખોલી દેવાયા છે. જરૂર પડ્યે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવાશે. Ndrfની 2 ટીમો હજી દીવ પહોંચી જશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે