કોરોનાએ ઉથલો માર્યો : સુરતમાં દૂબઈથી આવેલો અને ભાવનગરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના પોઝિટિવ
Corona Cases in India : ભાવનગરમાં ચીનથી ભાવનગર પરત ફરેલા પિતા પુત્રી બાદ માતા પણ પોઝિટિવ... શહેરના સુભાસનગર રહેતો પરિવાર ચીન થી પરત ફરતા ટેસ્ટ કરાયા હતા...
Trending Photos
નવનીત દલવાડી/ચેતન પટેલ/અમદાવાદ : કોરોનાની નવી લહેરના ભણકારા વચ્ચે રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં હવે કોરોનાનો સળવળાટ દેખાઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી લીધી છે. પાંચ દિવસ પહેલા ભાવનગરનો ચીનથી ભાવનગર આવેલા શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ચીનથી ભાવનગર પરત ફરેલા પિતા પુત્રી બાદ માતા પણ પોઝિટિવ નીકળ્યા છે. શહેરના સુભાસનગર રહેતો પરિવાર ચીનથી પરત ફરતા ટેસ્ટ કરાયા હતા. જેમાં પિતા પુત્રી અને માતા સહિત ત્રણના રિપોર્ટ કરાયા હતા. જેમાં પિતા અને પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રૂટિન ચેકીંગ દરમ્યાન ફરી ટેસ્ટ કરવામાં આવતા માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પિતા પુત્રીના રિપોર્ટ બાદ માતાનો રિપોર્ટ પણ વધુ તપાસ માટે મોકલાયો છે.
ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો હતો. ત્યાર બાદ ભાવનગર શહેરમાંથી પણ કેસ દેખાઈ રહ્યા છે. હાલ તમામમાં લક્ષણો દેખાતા BF.7 ની જિનોમ સિકવન્સ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
સુરતના રાંદેરનો યુવક રિપોર્ટ પોઝિટિવ
વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાને લઈ ભારત સરકાર પણ એલર્ટ છે અને દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલ કરાઈ હતી. આ દરમિયાન સુરત શહેરમાં દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા રાંદેરના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી છે. મ્યુનિ.એ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર મોકલ્યા છે.
કોવિડ સંક્રમણ વધ્યા બાદ ભારત સરકારે પણ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનના ભાગ રૂપે ઇન્ટરનેશનલ ટ્રાવેલરના 2 % પેસેંજરના ટેસ્ટિંગ એરપોર્ટ ખાતે કરવાના હોય છે. આ ટેસ્ટિંગના ભાગ રૂપે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતો અને છેલ્લા 30 દિવસથી ધંધા અર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાન સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે રેન્ડમ ચેકીંગમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતા આ દર્દીને હાલમાં કોવિડના કોઈ પ્રકારના બાહ્ય લક્ષણો દેખાતા નથી. આ વ્યક્તિએ કોવિડ-19 રસીના બે ડોઝ લીધા છે. હાલ કોઇ લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં છે. આ વ્યક્તિના પરિવારમાં અન્ય ચાર સભ્યો છે પણ તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેવુ ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું.
આ પણ વાંચોઃ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે