ગુજરાતમાં ચીટરોની ફૌજ વધી, કરોડોનું ફુલેકુ ફેરવીને સુરતનો સુમિત ગોયન્કા ફરાર
Surat Builder Fraud : સુરતના બિલ્ડરો અને કાપડ વેપારીઓનું 700 કરોડમાં ફૂલેકું ફેરવ્યું... પોલીસથી બચવા તમામ આરોપીઓએ ફોન પણ બંધ કરી દીધા
Trending Photos
Surat News : ગુજરાતમાં હવે ચીટરોની ફૌજ વધી રહી છે. ગુજરાતમાં એક નહિ, ઢગલાબંધ કિરણ પટેલ ફરી રહ્યાં છે, જેઓ લોકોની મહેનતની કમાણી લઈને નાસી રહ્યાં છે. આવામાં હવે સુરતથી એક કૌભાંડી સામે આવ્યો છે. સુરતમાં બિલ્ડરો અને કાપડ વેપારીઓનું 700 કરોડમાં ફૂલેકું ઉતારીને સુમિત ગોએન્કા સુરત છોડી ફરાર થઈ ગયો છે. કરોડો-અબજોના ખેલ કરનારા સુમિત ગોયન્કા મોટા બિલ્ડરો અને કાપડવેપારીઓનું 700 કરોડમાં ફૂલેકું ફેરવીને બિહાર ભાગી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતનો મોટાગજાનો બિલ્ડર કહેવતો સુમિટ ગોયન્કા ફરાર છે. જેણે ઉધનાના એક બિલ્ડર પાસેથી અધધ 250 કરોડ લીધા હતા. પોલીસથી બચવા તમામ આરોપીઓએ ફોન પણ બંધ કરી દીધા હતા. હાલમાં 1.65 કરોડની ચીટીંગના ગુનામાં વેસુ પોલીસ આરોપીઓના ઘરે તપાસ માટે ગઈ હતી. જો કે કોઈ હાથમાં આવ્યા નથી અને ફોન પણ બંધ છે.
અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે. સુમિત લેનદારોને વોટ્સએપ કોલ કરી ધમકી આપી રહ્યો છે તેવુ ચર્ચાઈ રહ્યું છે.
સુમિત ગોયન્કાએ કોની પાસેથી રૂપિયા લીધા
સુમિત એન્ડ ટોળકીએ સિટીલાઇટ સૂર્યા પેલેસમાં રહેતા બિલ્ડર અભિષેક ગૌસ્વામીને વીઆઇપી રોડના સોલેરિયમ પ્રોજેક્ટમાં 15 દુકાન વેચી 1.54 કરોડ લીધા હતા. બિલ્ડર અભિષેકે ચેકથી 54 લાખ આપ્યા હતા. આ કેસમાં શ્રેષ્ઠા ગૃપના ડેવલોપર્સના ભાગીદાર ભાવિન પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોયન્કા, રાજુસીંગ અને ઓમકાર સીંગની તપાસ કરવા પોલીસ તેમના ઓફિસ અને ઘરે ગઈ હતી. અભિષેકે જણાવ્યું કે સુમિતે ઉધનાના એક બિલ્ડર પાસેથી 250 કરોડ, એક મોટા બિલ્ડરો પાસેથી 300 કરોડ, કાપડના વેપારીઓ પાસેથી 150 કરોડ લીધા છે. આ અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે