મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : લો બોલો, પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
Rajkot Airport : પાયલટની જીદના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ ન થઈ... રાત્રે 8 વાગ્યાની દિલ્લી જતી ફ્લાઈટે ઉડાન ન ભરી... પાયલટની જીદથી 3 સાંસદ સહિત 100 મુસાફરો રઝળી પડ્યા...
Trending Photos
Rajkot News : રાજકોટ શહેરમાં માનવામાં ન આવે તેઓ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એર ઇન્ડિયાની દિલ્લી ફ્લાઇટ સમયસર ટેકઓફ ન થઇ. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરિદેવસિંહને દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ બીજા પાયલોટની વ્યવસ્થા ન થતા ગઈકાલ રાતથી આ ફ્લાઈટ એરપોર્ટ પર જ રહી, અને ઉડાન ન ભરી શકી. આજે સવારે દિલ્હીથી પાયલોટ આવશે ત્યારબાદ આ ફ્લાઇટ ઉડાન ભરશે.
બન્યુ એમ હતું કે, ગત રવિવારે રાજકોટ એરપોર્ટ પર રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય પર હતી. ફ્લાઈટ લેન્ડ થયા બાદ દિલ્હીથી આવેલા મુસાફરો પ્લેનમાંખી ઉતરી ગયા હતા અને દિલ્હી જનારા મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા. પરંતુ અહી જોવા જેવી થઈ હતી. કારણે દિલ્હીથી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની આ ફ્લાઈટના મુખ્ય પાઇલટના કામના કલાકો પૂરા થઇ ગયા હતી. તેની શિફ્ટ પૂરી થઈ હતી. તેથી તેણે ફરીથી ફ્લાઈટ દિલ્હી લઇ જવાની ના પાડી હતી.
આ બાજુ, પાયલટને મનાવવાનો પૂરતો પ્રયાસ કરાયો, પરંતુ વાત બની ન હતી. પાઈલટ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. આખરે આખી ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ હતી. અંતે રવિવારે રાત્રે 11 વાગ્યે આ ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા હતા. આખરે રાતે 11 વાગ્યે મુસાફરો અટવાયા હતા. જેથી નિર્ણય લેવાયો કે, સોમવારથી દિલ્હીથી બીજો પાયલટ આવે ત્યારે જ ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, હજી સુધી આ ફ્લાઈટે ઉડાન ભરી નથી.
જોવા જેવી તો ત્યારે થઈ હતી, જ્યારે આ ફ્લાઈટમાં ગુજરાતના ત્રણ સાંસદો પણ અટવાયા હતા, જેઓ દિલ્હી જવા નીકળ્યા હતા. આ ફ્લાઈટમાં 100 મુસાફરોની સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ પણ હતા, જેઓને દિલ્હીમાં જવાનુ હતું. પરંતુ પાયલટની જીદ સામે સાંસદો પણ કંઈ કરી શક્યા ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે