VIDEO રાજકોટ: હતાશ ખેડૂતે પાક વીમા મુદ્દે સરકારને જગાડવા માટે અનોખી રીતે નોંધાવ્યો વિરોધ
સરકારને ધંઢરવા માટે અને સરકાર સુધી વાત અને માંગણી ને લઈને આજરોજ ધોરાજી નાં ખેડૂતે પોતાના વાડી ખેડૂત માં સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળીનો પાક નિષ્ફળ થતાં મગફળીનો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે કપાસની સમાધિ લેવાંનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવાં વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વીમા મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું તથા ત્યાર બાદ પણ અન્ય આગેવાનો ખેડૂત અગ્રણી દ્વારા પાક વીમા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં છતાં નિષ્ફળ જતાં 700 કરોડના પેકેજ જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી ખેડૂતો સુધી રાહતના રૂપિયા ન પહોંચતા ખેડૂતો નારાજ છે. જેને પગલે વાડી ખેતરોમાં વિરોધ પ્રદર્શિત કરવા માટે વાડી ખેતરોમાં સમાધિ લેવાનો કાર્યક્રમ યોજ્યો.
જુઓ VIDEO
પણ અત્યાર સુધી સરકારે કરેલી જાહેરાતનું અમલીકરણ થયું નથી અને ખેડૂતોને હજુ સુધી આ રાહત પેકેજ મળ્યું નથી ત્યારે ધોરાજીનાં અન્ય એક ખેડૂતે સોયાબીનનું વાવેતર કર્યુ હતું એ દસ વીઘામાં વાવેતર કરેલ જે કમોસમી વરસાદ અને વાવાઝોડાં ને કારણે પાક નિષ્ફળ ગયેલ એક વીઘે વાવેતર નો ખર્ચ 12૦૦૦ હજારનો ખર્ચ થાય અત્યારે લાખો રૂપિયા નો ખર્ચ કર્યા બાદ પણ હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે હવે નવાં વાવેતર માટે ખેડૂત પાસે રૂપિયા રહયાં નથી જેથી પાક વીમો મુદ્દે અને સરકાર દ્વારા રાહત પેકેજ જે જાહેર કરેલ છે તાત્કાલીક ખેડૂતો ને આપવામા આવે જેથી શિયાળું પાક લેવાં માટે ખેડૂતો ને રાહત રહે જેથી સરકારને ધંઢરવા માટે અને સરકાર સુધી વાત અને માંગણી ને લઈને આજરોજ ધોરાજી નાં ખેડૂતે પોતાના વાડી ખેડૂત માં સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો.
જુઓ LIVE TV
આ સાથે જ તેમણે 1૦૦ ટકા વીમો તાત્કાલિક ખેડૂતોને મળે તેવી માંગ કરી હતી અને વાડી ખેતરોમાં સમાધિ લેવાં નો કાર્યક્રમ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે