રાજકોટ: જીન્સના પેન્ટ બનાવતી આગન ટેકસટાઇલમાં લાગી આગ, લાખોનું કાપડ બળીને ખાખ
મોડી રાત્રે અચાનક આગ લાગતા રાજકોટ, જેતપુર, ધોરાજી, જસદણ, ગોંડલ સહિત ના 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહચ્યા હતા.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: આટકોટ હાઇવે પર ખારચિયા ગામ પાસે આવેલી આગન ટેકસટાઇલમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા રાજકોટ, જેતપુર, ધોરાજી, જસદણ, ગોંડલ સહિત ના 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહચ્યા હતા. ફાયર ફાઈટરોએ આગ પર સતત 4 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગન ટેકસટાઇલમાં જીન્સના પેન્ટ ના કાપડ બનાવે છે. લોકડાઉનને લઈને મજૂર ન હોવાથી હાલ ફેકટરી બંધ પડેલ છે. જેમાં મશીનરી, કાપડ, ફેકટરીના તમામ સેડના સ્પેરપાર્ટ્સ, ઓફીસ, સહિત આગમાં બળીને ખાખ થયું હતું.
આગને લઈને આગન ટેક્સટાઈલનો એક શેડ ધરાશાહી થયો છે. કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી. જીન્સના પેન્ટ ના કાપડ બનાવતી ટેકસટાઇલમાં આગને લઈને લાખોનું નુકશાન થવા પામ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે