Real Corona Warriors Mother: 7 વર્ષની પુત્રીને સાથે રાખી 123 કોવિડ મૃતદેહોના કર્યા અંતિમ સંસ્કાર
જલ્પાબેન પટેલ એ જણાવ્યું હતું કે , આજના સમયમાં પણ મહિલાઓ સ્મશાને જતા નથી પરંતુ કેટલાક પરિવાર એવા હોય છે કે જેમને અંતિમ વિધી કરવા માટે કોઇ હાથ મળતો નથી અને તેવા લોકોને મદદ સમગ્ર ટિમ પુરી પાડે છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : આજે મધર્સ ડે (Mother's Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ખાસ વાત કરીશું કોરોના વોરિયર્સ મધર (Corona Warriors Mother) ની. રાજકોટ (Rajkot) ના રહેવાસી જલ્પાબેન પટેલ કે જેઓ રિયલમાં કોરોના વોરિયર્સ મધર તરીકે સન્માનિત કરવા લાયક છે. જલ્પાબેન પટેલ (Jalpaben Patel) પોતાની 7 વર્ષની પુત્રી અને સમગ્ર ટિમને સાથે રાખી ખરા અર્થમાં અનોખી સેવા કરી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને મદદરૂપ બને છે. અને તેમની દિકરીમાં અત્યારથી સેવાનું સંસ્કાર રૂપી સિંચન પૂરું પાડે છે.
રાજકોટ (Rajkot) ના સાથી સેવા ગ્રૂપના જલ્પા પટેલે ઘરમાં બંધ અનેક દર્દીઓને સેવા કરી છે તો ઘરમાંથી છોડાવી પરિવારની જેમ હુંફ આપી છે હાલ પરિસ્થિતિમાં હવે કે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તેની અંતિમવિધિ માટે જતા પરિવારો પણ ડરે છે તેવા સમય માં જલ્પા પટેલ સાત વર્ષ ની દીકરી હોવ છતાં અજાણ્યા લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે એટલું જ નહિ સમશાનમાં જય પોતે જ ચિંતા પણ બનાવે અને વિધિ પણ કરે આ બધું જ પીપીઇ કિટ (PPE Kit) વગર કરી રહ્યા છે. કેટલીકવાર તો સાત વર્ષની દીકરીને પણ સ્મશાને લઈ જાય છે.
જલ્પાબેન પટેલ એ જણાવ્યું હતું કે , આજના સમયમાં પણ મહિલાઓ સ્મશાને જતા નથી પરંતુ કેટલાક પરિવાર એવા હોય છે કે જેમને અંતિમ વિધી કરવા માટે કોઇ હાથ મળતો નથી અને તેવા લોકોને મદદ સમગ્ર ટિમ પુરી પાડે છે. તેઓ તેમની 7 વર્ષની પુત્રીને સાથે લઇ જઇ સ્મશાનમાં કોવિડ (Covid 19) દર્દીઓના અંતિમસંસ્કાર કરી આપે છે. અત્યાર સુધી તેઓ 123 મૃતદેહની અંતિમ વિધી કરી ચુક્યા છે અને હજુ પણ કોઇ મદદ માંગશે તો તેમની મદદ અવિરત ચાલુ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે