સુરતીઓ ખાસ વાંચે, મનપા કમિશનરે Corona વિશે આપ્યું મોટું નિવેદન
રાજ્યમાં સુરતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે ત્યારે મનપા કમિશનર બંછાનિધિ પાનીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
Trending Photos
તેજશ મોદી, સુરત : રાજ્યમાં સુરતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે ત્યારે મનપા કમિશનર બંછાનિધિ પાનીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મનપા કમિશનરે જણાવ્યું છે કે શહેરમાં હજી પણ પોઝિટિવ કેસ વધશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવતા અને જો તેઓ હજી પણ સોશિયલ ડિસ્ટિન્સિંગ નહીં જાળવે તો હજુ કેસો વધશે.
શહેરમાં આજે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા સુરત જિલ્લાનો પોઝિટિવનો આંકડો 63 પર પહોંચી ગયો છે. જ્યારે એક પોઝિટિવ 45 વર્ષીય મહિલાનું મોત થયું છે. જેથી મોતનો આંક પાંચ થયો છે. પાલિકા દ્વારા માસ સેમ્પલિંગ દ્વારા મળતા પોઝિટિવને લઈને 10 નવા ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 68 ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતમાં છેલ્લા પાંચ દિવસથી માસ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. જેમાં આઠ સેન્ટર બનાવાયા છે. ગત રોજ એક જ દિવસમાં 590 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. આમ, સુરતમાં એગ્રેસીવ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે