અમેરિકા જવાનો વધુ એક ડેન્જરસ ખેલ : GRE ટેસ્ટમાં આ રીતે કરાતી હતી છેતરપીંડી
America Visa : અમેરિકામાં અભ્યાસ કરવા પરીક્ષામાં પાસ કરાવવાના નામે ઠગાઈ... વોઈસ ઈમિગ્રેશન ઈન્ડિયા કંપની સામે નોંધાઈ ફરિયાદ... GREની પરીક્ષા આપવાના નામે ઠગાઈની ફરિયાદ
Trending Photos
Study Abroad મૌલિક ધામેચા/અમદાવાદ : અમેરિકા, કેનેડા, યુકે જવાની લ્હાયમાં હવે અનેક ગુજરાતીઓ છેતરાઈ રહ્યા છે. કેટલાક લોકો માટે આ છેતરપીંડીનું એક માધ્યમ બની ગયું છે. ત્યારે અમેરિકા અભ્યાસ કરવાની પરીક્ષામાં પાસ કરવાના નામે ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે. વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયા નામની કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જે GRE (ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામીનેશન) ની પરીક્ષા આપવાના નામે ઠગાઇ આચરતા હતા. અમેરિકા જવા માંગતા એક વિદ્યાર્થી સાથે થયેલી છેતરપીંડી બાદ તેણે ફરિયાદ દાખલ કરી હતી.
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર જવા માટે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામ એટલે કે જીઆરઈ પાસ કરવી ફરજિયાત છે. તેથી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા મૌલિક મકવણા નામના વિદ્યાર્થીને અભ્યાસ અર્થે અમેરિકા જવાનું હતું. તેથી તેને ગુગલ પર આ અંગેની માહિતી મેળવી હતી. જ્યાં તેને વોઈસ ઈમિગ્રેશન ઈન્ડિયા નામની કંપની મળી હતી. તેણે કંપનીની વેબસાઈટ સર્ચ કરી હતી. તેણે વેબસાઈટ પર આવેલ નંબર પર સંપર્ક કર્યો હતો. જ્યાં સાગર હિરાણી નામના શખ્સે તેને 70 હજારમાં જીઆરઈ પાસ કરાવી આપીશું તેવી લોભામણી લાલચ આપી હતી.
આ કંપની ઉમેદવારોને પરીક્ષા પાસ કરવા કહીને 70 હજારની ઠગાઇ કરતા હતા. પરીક્ષા માટે 19 હજાર રૂપિયા આપ્યા બાદ પરીક્ષાનું ફોર્મ ભર્યા બાદ 50 હજાર માંગી ઠગાઈ કરતા હતા. જેના બાદ અમદાવાદના મૌલિક મકવાણા નામના વિદ્યાર્થીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંધપ્રદેશ રહેતા એજન્ટ સાગર હીરાણી, ચારલા મહેશ્વરા રેડ્ડી અને સાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે પકડાયું કંપનીનુ સત્ય
મૌલિક મકવાણાને સુરતની હોટલમાં બોલાવવામાં આવ્યો હતો. અચાનક તેના ધ્યાનમં આવ્યું કે, પરીક્ષા તો ઓનલાઈન આપવાની હોય છે, તો તેને સુરતની હોટલમાં કેમ બોલાવવામા આવ્યો. તેથી તેણે તપાસ કરી. તો માલૂમ પડ્યું કે, સાગર પોતાના મળતીયા માણસો દ્વારા પરીક્ષાર્થીની જગયાએ તેના માણસો પ્રશ્નોના જવાબ લખાવીને પાસ કરાવી દેતા હતા. જેમાં મૌલિકે તો માત્ર લેપટોપ પર ટાઈપ કરવાનો ડોળ કરવાનો હતો. જવાબ આપનાર વ્યક્તિ અન્ય કોઈ હતી.
આમ, વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરવાનું વધુ એક કૌભાંડ ખુલ્લુ પડ્યું છે. વિદ્યાર્થીને સુરતની હોટલમાં બોલાવી પરીક્ષા આપવાનુ નક્કી થયુ ત્યાં, પહેલાથી જ સાયબર ક્રાઈમની ટીમ પહોંચી ગઈ હતી, જેમાં બે કૌભાંડીઓને પકડી લેવામા આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે