25થી 30 ઇંચ વરસાદમાં ઉપલેટા તહસનહસ! આ પાકોને નુકસાન થતાં ખેડૂતોની કમર ભાંગી
ઉપલેટા તાલુકાના ગામોમાં મેઘરાજાએ 25થી 30 ઇંચ જેવો વરસાદે કહેર વર્તાવ્યો હતો. ત્યારે ખેડૂતોની કમર ભાંગી નાખી હતી. ખેડૂતોએ વાવેતર કરેલા મહામુલા પાક મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોનો સોથ વળી ગયો હતો.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથક તલંગણા ગામે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. ભારે વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા પાકનું તો નુકસાન થયેલ છે પરંતુ ખેતરના પાળાઓના તેમજ જમીનના ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાના વારો આવ્યો છે.
ઉપલેટા તાલુકાના ગામોમાં મેઘરાજાએ 25થી 30 ઇંચ જેવો વરસાદે કહેર વર્તાવ્યો હતો. ત્યારે ખેડૂતોની કમર ભાંગી નાખી હતી. ખેડૂતોએ વાવેતર કરેલા મહામુલા પાક મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોનો સોથ વળી ગયો હતો. જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણીને પાણીજ દેખાઈ રહ્યું હતું. જ્યારે જમીન તો ક્યાંય પણ જોવા મળતી ન હતી.
ઉપલેટાના તલંગાણા ગામે ભારે અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની જમીનના ધોવાણ થયા હતા. ખેડૂતોના ખેતર સમાંતર ધોવાઈ ગયા હતા. જેને લઈને પાણી ખેતરોમાં ઘૂસી જતા જમીનની માટી ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થઈ જતા ખેતરોમાં વીજળી વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી.
સમઢીયાળા ગામના અંદાજે 2000થી 2500 વીઘા ખેતરમાં નુકસાન થયું હોય જેને લઈ ખેડૂતોને એક વીઘે પચાસ હજાર જેટલું નુકસાન થયું હોય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે