ગુજરાતના આ રેલવે સ્ટેશન પર હવે થાકેલા મુસાફરો બોડી મસાજ પણ કરાવી શકશે

Vadodara Railway Station : વેસ્ટર્ન રેલવે દ્વારા નવતર પ્રયોગ કરાયો...  રેલવે તંત્રે વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પર બોડી મસાજ ઝોન શરૂ કરાયો... નવા રિલેક્શ ઝોનથી મુસાફરોને મળશે મોટી રાહત 
 

ગુજરાતના આ રેલવે સ્ટેશન પર હવે થાકેલા મુસાફરો બોડી મસાજ પણ કરાવી શકશે

Western Railway Vadodara News : અનેકવાર એવુ બન્યુ હોય છે કે લોકોને એક જગ્યાએથી રેલવે દ્વારા બીજી જગ્યાએ પહોંચવા બે-બે દિવસો લાગી જતા હોય છે. ત્યારે આ મુસાફરી બહુ જ થકવી દેનારી બની જાય છે. આવામાં વડોદરા રેલવે સ્ટેશન પર હવે થાકેલા મુસાફરો બોડી મસાજ પણ કરાવી શકશે. મુસાફરોને સુવિધા આપવા રેલવે વિભાગ દ્વારા એર કન્ડિશન્ડ રિલેક્સ ઝોન શરૂ કરાયો છે. 

સ્ટેશન બનાવાયું રિલેક્સ ઝોન
હવે વડોદરા રેલવે સ્ટેશન પર થાકેલા મુસાફરો ટ્રેનની રાહ જોઈને કંટાળ્યા હશો તો તેમના રિલેક્સેશન માટે નવુ નજરાણું મૂકાયું છે. મુસાફરોના રાહ જોવાના સમયને વધુ આરામદાયક બનાવવા અને તેમના સમયનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે વડોદરા સ્ટેશન પર રિલેક્સ ઝોન શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં મુસાફરોને આરામ આપવા માટે વિવિધ પ્રકારના સાધનો લગાવવામાં આવ્યા છે.

થાકેલા મુસાફરો બોડી મસાજ કરાવી શકાશે
રિલેક્સ ઝોનમાં મુસાફર બોડી મસાજ કરાવતાં જોવા મળ્યા છે. મસાજ પાર્લર માટે કોન્ટ્રાક્ટ યુનિક ક્રિએશન ઓફ સુરતને ત્રણ વર્ષ માટે આપ્યો છે. રેલવે તંત્રને મસાજ સેન્ટરથી વર્ષે 3 લાખની આવક થશે તેવો અંદાજ છે. મસાજ સેન્ટરમાં હવે મુસાફરો પગ અને કાર્ફ મસાજ અને સંપૂર્ણ બોડી મસાજ કરાવી રહ્યાં છે. 

કેટલો ચાર્જ વસૂલાશે 
રિલેક્સ ઝોનમાં ફુલ બોડી મસાજ માટે 10 મિનિટના 99 રૂપિયા, 15 મિનીટ માટે 150 રૂપિયા અને 30 મિનીટ માટે 250 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યા છે. તો ફૂટ મસાજ માટે 10 મિનિટના 70 રૂપિયા, 15 મિનિટના 100 રૂપિયા, અને 30 મિનીટ માટે 160 રૂપિયા ચાર્જ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news