ગુજરાત સરકારની અમૃત સરોવર યોજના શું છે? જાણો ઉત્તર ગુજરાતના ખેડૂતોને શું થાય છે લાભ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સ્વરૂપે અમૃત સરોવર યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. અમૃત સરોવર થકી ખેડૂતોને અનેક ફાયદા થવા ગયા છે. 

ગુજરાત સરકારની અમૃત સરોવર યોજના શું છે? જાણો ઉત્તર ગુજરાતના ખેડૂતોને શું થાય છે લાભ

તેજસ દવે/મહેસાણા : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં મહત્વનું કહી શકાય એવી અમૃત સરોવર યોજના છે. અમૃત સરોવર યોજના થકી ખેડૂતોને શું થયા લાભ અને આ યોજના વિશે ખેડૂતો શું કરી રહ્યા છે? રાજ્ય સરકાર દ્વારા ખેડૂત માટે મહત્વની કહી શકાય એવી અમૃત સરોવર યોજના અમલમાં મૂકી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સ્વરૂપે અમૃત સરોવર યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. અમૃત સરોવર થકી ખેડૂતોને અનેક ફાયદા થવા ગયા છે. 

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં કુલ 75 અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. જેના થકી ખેડૂતોને સિંચાઈનું પાણી ઝડપી મળી રહે છે. જળસ્તર જે ઊંડા ગયા છે. તેને ઉપર લાવવામાં મદદરૂપ આ અમૃત સરોવર થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં કુલ 75 અમૃત સરોવર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 45 મનરેગા યોજના નક્કી તૈયાર કરાયા છે અને 30 સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. આ અમૃત સરોવરો લોકફાળા અને એનજીઓના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે.

તાલુકા વાઇસ અમૃત સરોવરના આંકડા પર નજર કરીએ તો...

  • ખેરાલુ 12 અમૃત સરોવર
  • સતલાસણા 8 અમૃત સરોવર
  • વડનગર 6 અમૃત સરોવર
  • ઊંઝા 6 અમૃત સરોવર
  • વિસનગર 8 અમૃત સરોવર
  • વિજાપુર 6 અમૃત સરોવર
  • મહેસાણા 10 અમૃત સરોવર
  • બેચરાજી 8 અમૃત સરોવર
  • જોટાણા 3 અમૃત સરોવર
  • કડી 8 અમૃત સરોવર

OMG! અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં ઓરીએ જોયો વડાપાઉંમાં વાળ?

નિયામક ગ્રામ વિકાસ એજન્સી
જ્યારથી અમૃત સરોવર યોજના અમલમાં મુકાઈ છે ત્યારથી મહેસાણા જિલ્લાના ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં જળસ્તર ઊંડા જવાની ખૂબ જ મોટી સમસ્યા ખેડૂતો માટે ઊભી થઈ છે. જેનાથી ખેડૂતોના બોર પણ ફેલ થઈ રહ્યા છે. આ યોજના અમલમાં આવતા જળસ્તરમાં પણ વધારો થયો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ઝડપી બોર થકી પાણી મળી રહે છે. સાથે સાથે જ્યાં જ્યાં અમૃત સરોવર તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં અનેક વિકાસના કામો કરવામાં આવે છે જેમ કે સિનિયર સિટીઝનને ચાલવા માટે વોકિંગ ટ્રેક બાળકોને રમવા માટે રમતગમતના સાધનો સાથે ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવવામાં આવે છે. જેથી ખેડૂતો સાથે સાથે ગ્રામજનોને પણ અમૃત સરોવરથી ફાયદા થાય છે. 

સરકાર દ્વારા શરૂ કરાયેલા આ અમૃત સરોવર યોજના હાલમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હોવાનું મહેસાણા જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે અને રાજ્યની આ સરકાર સાચા અર્થમાં ખેડૂતલક્ષી યોજનાઓ લાવી ખેડૂતોની સરકાર હોવાનું સાર્થક કરી બતાવ્યું છે તેમ કહીએ તો નવાઈ નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news