Bad Food Combination: પપૈયા સાથે ન ખાવી આ 4 વસ્તુઓ, પેટથી લઈ ત્વચા થઈ જશે ખરાબ
Bad Food Combination: ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પપૈયુ ખાધા પછી કે તેની સાથે અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જો આ વસ્તુઓને પપૈયા સાથે ખાવામાં આવે તો તેનાથી તબિયત ખરાબ થઈ શકે છે. તો ચાલો આજે તમને તે 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને પપૈયા સાથે કે પપૈયું ખાધા પછી ખાવી જોઈએ નહીં.
Trending Photos
Bad Food Combination: પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. જ્યારે પણ કોઈ બીમાર પડે છે ત્યારે ડોક્ટરો દરરોજ પપૈયાનું સેવન કરવાની સલાહ આપે છે. કારણ કે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય પપૈયું ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દી માટે પણ પપૈયું ફાયદાકારક છે. પપૈયાનું સેવન કરવાથી પાચન શક્તિ પણ સુધરે છે. પરંતુ ફાયદાકારક પપૈયું શરીરને નુકસાન પણ કરી શકે છે.
જો કે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પપૈયુ ખાધા પછી કે તેની સાથે અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જો આ વસ્તુઓને પપૈયા સાથે ખાવામાં આવે તો તેનાથી તબિયત ખરાબ થઈ શકે છે. તો ચાલો આજે તમને તે 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને પપૈયા સાથે કે પપૈયું ખાધા પછી ખાવી જોઈએ નહીં.
પપૈયા પછી આ વસ્તુઓ ન ખાવી
આ પણ વાંચો:
આયુર્વેદ નિષ્ણાંતોના મતે પપૈયા પછી દૂધનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ઝાડા અથવા કબજિયાત થઈ શકે છે. આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પેટમાં સોજો અને દુખાવો થઈ શકે છે. આ બંને વસ્તુના સેવન વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનું અંતર હોવું જોઈએ.
દહીં
પપૈયા સાથે દહીં ખાવું પણ ઘણું નુકસાનકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે દહીંની તાસીર ઠંડી હોય છે અને પપૈયું ગરમ તાસીરનું હોય છે. આવી સ્થિતિમાં બંનેનું એકસાથે સેવન કરવાથી અપચાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી માથાનો દુખાવો, શરદી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
સંતરા
પપૈયા અને સંતરાનું મિશ્રણ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ભૂલથી પણ આ બંનેને સાથે ન ખાવા. તેનું કારણ એ છે કે પપૈયું એક મધુર ફળ છે જ્યારે સંતરા ખાટું ફળ છે. બંનેના વિપરિત સ્વભાવના કારણે શરીરમાં ઝેરી તત્વો બનવા લાગે છે.
લીંબુ
પપૈયું અને લીંબુ પણ એકસાથે ન લેવા જોઈએ. આયુર્વેદ અનુસાર બંનેનું એકસાથે સેવન સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. જેના કારણે વ્યક્તિ એનિમિયાનો શિકાર બની શકે છે. જેના કારણે પેટમાં દુખાવો અને પાચન સંબંધી સમસ્યાઓ વધી શકે છે. તેથી તમારે તેને એકસાથે ખાવાનું ટાળવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે