શું સામાન્ય ગરમીમાં પણ તમને સતત પરસેવો થાય છે? પરસેવાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય

કાળઝાળ ગરમીમાં તમે પણ અતિ પરસેવાથી છો પરેશાન, તો આ પાંચ ઉપાયોથી મેળવો રાહત...

શું સામાન્ય ગરમીમાં પણ તમને સતત પરસેવો થાય છે? પરસેવાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય

નવી દિલ્લીઃ ઘણાં લોકોને સામાન્ય ગરમીમાં પણ પરસેવો થઈ જતો હોય છે...નજીવી ગરમીમાં પણ ઘણાં લોકો એકદમ પરસેવે રેબજેબ થઈ જતાં હોય છે. શું તમે પણ આવી સમસ્યાથી પીડાવ છો? તો આ આર્ટિકલમાં તમારા માટે ખાસ માહિતી આપવામાં આવી છે. ગરમીમાં શરીરનું તાપમાન વધવાથી પરસેવો વળે છે. શરીરનું તાપમાન વધી જાય છે જેને સંતુલિત કરવા માટે સ્કિનની અંદર રહેલ સ્વેટ ગ્લેંડ્સ એક્ટિવ થઈ જાય છે અને શરૂરનો પરસેવો નીકળે છે. તેનાથી સ્કિનની નમી રહે છે.

પરસેવાની સાથે શરીરમાંથી અમુક નુકસાન કરનાર તત્વ પણ બહાર નીકળી જાય છે જેથી ગરમીમાં શરીરમાં થોડો પરસેવો વળવો પણ જરૂરી છે. પણ એક્સેસ્ટિવ સ્વેટિંગના કારણે શરીરમાં ઈલ્કેટ્રોલાઈટનું લેવલ ઓછું થઈ જાય છે. જેનાથી વ્યક્તિને કમજોરી જેવું લાગે છે. જેનાથી લોકોને કામ કરવામાં પણ તરલીફ પડે છે. ઓફિસમાં, બહાર, ટ્રાવેલિંગ દરમિયાન ઘણીવાર શરમ મહેસૂસ થાય છે. ત્યારે અમે આજે તમને આ સમસ્યા સામેનો રામબાણ ઈલાજ જણાવીશું.

ઉપાયોઃ

-પરસેવાની દુર્ગંધથી બચવા માટે રાત્રે સુતા પહેલાં પાણી ભરેલા ટબમાં થોડો ફટકડીનો પાઉડર નાખીને તેમાં થોડી મિનિટ સુધી પગ ડબોળીને રાખો. 

-અતિષય પરસેવાની સમસ્યાને દૂર કરવા માટે આર્મ પિટ્સમાં લીંબુના ટુકડો કરીને તેને ત્યાં રગડવાથી દુર્ગંધ હટશે.

- આ સમસ્યાથી બચવા માટે સારી ક્વોલિટીનો ડિયો અને ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરો. હંમેશા કોટનના અંડરગારમેન્ટ્સ પહેરો અને દિવસમાં બેવાર જરૂર ન્હાવ. સાથે જ અંડરગારમેન્ટ્સ પણ ચેન્જ કરો. 

ગરમીમાં વાળની સાફ સફાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે, પરસેવાથી માથાની સ્કિનમાં દાણા નીકળવાની સમસ્યા થઈ શકે છે. 

પરસેવાથી બચવા માટે દર બીજા દિવસે વાળને ધોવા માટે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. અને જો આ પ્રયાસોથી પણ રાહત નથી મળતી તો રોગ વિશેષજ્ઞોની સલાહ લો. આજકાલ દરેક સમસ્યાઓના સમાધાન માટે અમુક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news