આ 5 સ્થિતિમાં પપૈયું ખાવાથી થાય છે નુકસાન, જાણો પપૈયું ખાવાથી થતી આડઅસર વિશે
Side Effects Of Papaya: પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામીન એ, વિટામીન સી, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. સાથે જ પપૈયામાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવા માટે પણ સક્ષમ છે.
Trending Photos
Side Effects Of Papaya: પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામીન એ, વિટામીન સી, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. સાથે જ પપૈયામાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવા માટે પણ સક્ષમ છે. પપૈયું ખાવાથી વજન પણ ઓછું થાય છે અને હાર્ટ સંબંધિત સમસ્યા પણ દૂર થવા લાગે છે. પપૈયું ખાવાથી પાચનતંત્ર પણ બરાબર રીતે કામ કરે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં પપૈયું ખાવું નુકસાનકારક પણ સાબિત થાય છે. કેટલાક લોકોએ પપૈયાનું સેવન ટાળવું જોઈએ. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા દરમ્યાન પપૈયું ખાવાથી હાલત બગડી શકે છે.
પપૈયાથી થતી આડઅસર
આ પણ વાંચો:
દવા સાથે પપૈયું ખાવું હાનિકારક
એક રિપોર્ટ અનુસાર રક્ત પાતળું કરવાની દવા સહિતની કેટલીક દવાઓ સાથે પપૈયું ખાવાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેનાથી શરીરમાં બ્લીડિંગ થવાની શક્યતા વધી જાય છે તેથી કોઈ પણ દવાની સાથે પપૈયું ખાવું નહીં.
ગર્ભાવસ્થામાં પપૈયું
કાચા પપૈયામાં લેટેસ્ટ વધારે પ્રમાણમાં હોય છે. જે ગર્ભાશયની દીવાલમાં સંકોચન વધારે છે. આ સિવાય કાકા પપૈયા માં પેપન નામનું તત્વ વધારે હોય છે જે કોષિકા અને ડેમેજ કરે છે. તેથી પ્રેગ્નેન્ટ મહિલાઓએ પપૈયું ખાવું જોઈએ નહીં.
પાચનતંત્રની બીમારીમાં
પપૈયા માં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે કબજિયાતની સમસ્યા મટાડે છે. પરંતુ વધારે પ્રમાણમાં પપૈયું ખાવાથી પાચનતંત્ર બગડી પણ શકે છે. પપૈયામાં રહેલું લેટેસ્ટ પેટમાં દુખાવો કરી શકે છે અને તેના કારણે ડાયરિયા પણ થઈ શકે છે.
આ પણ વાંચો:
લો સુગર રહેતું હોય ત્યારે
પપૈયાનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જે લોકોને બ્લડ સુગર લો થઈ જતું હોય તેમણે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે પપૈયું ખાવાથી આ સમસ્યા વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ પપૈયું ખાવું
એલર્જી
જો કોઈ વ્યક્તિને ત્વચા સંબંધિત એલર્જી હોય તો પપૈયું ખાવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે. કોઈપણ પ્રકારની એલર્જી હોય તેવામાં પપૈયું ખાવાથી સોજો, ચક્કર, માથાનો દુખાવો, સ્કીન પર રહેશે જેવી તકલીફો વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે