Health Tips: પોષકતત્વોનું પાવર હાઉસ છે કીવી, ખાવાથી તુરંત થાય છે આ 6 ફાયદા

Health Tips: આ ફળ તમને શારીરિક અને માનસિક ફાયદા કરે છે. આજે તમને કીવીના કેટલાક આવા જ ફાયદા વિશે જણાવીએ જેના વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. આ ફાયદા જાણીને તમે પણ કીવી ને તમારી ડાયેટમાં ચોક્કસથી સામેલ કરશો.

Health Tips: પોષકતત્વોનું પાવર હાઉસ છે કીવી, ખાવાથી તુરંત થાય છે આ 6 ફાયદા

Health Tips: કીવી એવું ફળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ પોષક તત્વથી ભરપૂર હોય છે. કીવીમાં વિટામિન સી,  વિટામિન ઈ, વિટામીન કે, પોટેશિયમ, ફાઇબર અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. આ ફળ તમને શારીરિક અને માનસિક ફાયદા કરે છે. આજે તમને કીવીના કેટલાક આવા જ ફાયદા વિશે જણાવીએ જેના વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. આ ફાયદા જાણીને તમે પણ કીવી ને તમારી ડાયેટમાં ચોક્કસથી સામેલ કરશો.

કીવીથી થતા સ્વાસ્થ્ય લાભ

ઇમ્યુનિટી બુસ્ટર

કીવી વિટામિન સીનો નેચરલ સોર્સ છે. જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. સિસ્ટમ મજબૂત હોય તો સંક્રમણ સામે લડવાની શરીરને શક્તિ મળે છે. સાથે જ શરદી ઉધરસ જેવી બીમારીઓ વારંવાર થતી નથી.

પાચન સુધરે છે

કીવીમાં ફાઇબર હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી મળ ત્યાગ કરવું સરળ રહે છે કારણ કે તે કબજિયાત મટાળે છે. કીવીમાં એવા એન્જાઈમ હોય છે જે પાચનમાં સહાયતા કરે છે 

હાર્ટ માટે ગુણકારી

કીવી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલું પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કીવીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હાર્ટની બીમારી થવાનું જોખમ ઓછું કરે છે.

સ્કીન માટે ફાયદાકારક

કીવીમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી સ્કીન સેલ્સને થતું નુકસાન અટકે છે અને ત્વચા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઓછી થાય છે. કિવીમાં વિટામિન ઈ હોય છે જે સ્કીનને હાઇડ્રેટ રાખે છે અને નેચરલ ચમક વધારે છે. 

આંખની રક્ષા

કીવીમાં વિટામિન એ અને લ્યુટીન હોય છે જે આંખના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. કીવીનું સેવન કરવાથી મોતિયો અને આંખ સંબંધિત અન્ય બીમારી થવાનું જોખમ ઓછું થઈ શકે છે. કીવીમાં એવા એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે આંખના સેલ્સને થતા નુકસાનને અટકાવે છે અને તેની કામ કરવાની ક્ષમતા વધારે છે.

ઊંઘમાં સુધારો

ટીવીમાં સેરોટોનીન હોય છે. જે ઊંઘમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી સ્ટ્રેસ અને એન્ઝાઈટી ઓછી થાય છે અને શરીરને આરામ મળે છે. તેનું સેવન નિયમિત કરવાથી તમને રાત્રે સારી ઊંઘ આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news