Violence in West Bengal: બંગાળમાં ફરી હિંસા, નદિયા જિલ્લામાં લોકલ ટ્રેન પર પથ્થરમારો
Violence in West Bengal: પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં અસામાજિક તત્વોએ એક લોકલ ટ્રેન પર પથ્થરમારો કરી તેને નુકસાન પહોંચાડ્યું છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં શુક્રવારે નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શનને કારણે તણાવનો માહોલ છે. આ વચ્ચે આજે ફરી પ્રદર્શનકારીઓએ નદિયા જિલ્લાના બેથુઆડગરી રેલવે સ્ટેશન પર એક લોકલ ટ્રેન પર પથ્થરમારો કરી તેને નુકસાન પહોંચાડ્યું છે. પોલીસ પ્રમાણે પ્રદર્શનકારીઓએ બેથુઆડહરી રેલવે સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.
તેના અનુસાર પહેલા તો પ્રદર્શનકારીઓએ મોટી સંખ્યામાં રસ્તો જામ કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે પોલીસે તેને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો સ્ટેશનમાં ઘુસી ગયા હતા. પોલીસ અધિકારીઓએ પ્લેટફોર્મ પર ચાલી રહેલી ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે લાલગોલા લાઇન પર ટ્રેન સેવાને અસર પડી છે.
West Bengal | A local train in Bethuadhari, Nadia district vandalised amid protest by locals against controversial religious remarks pic.twitter.com/KYdrPw0T1v
— ANI (@ANI) June 12, 2022
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદનને લઈને દેશના ઘણા ભાગમાં હિંસા થઈ રહી છે. શુક્રવારે 10 જૂને ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા હતા, જેમાં પશ્ચિમ બંગાળનું હાવડા પણ સામેલ છે. પરંતુ હવે ફરી હાવડામાં હિંસા ભડકાવવાના સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થિતિને જોતા ત્યાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે