અયોધ્યા વિવાદ: CJI અને જસ્ટિસ ભૂષણના ચુકાદા પર જસ્ટિસ નઝીર અસહમત, જાણો શું કહ્યું?

અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ સંલગ્ન એક મહત્વના મામલામાં સુપ્રીમ કોર્ટની પેનલે મોટો ચુકાદો આપતા કહ્યું કે જૂના ચુકાદા તે સમયના તથ્યો પર આધારિત હતાં.

અયોધ્યા વિવાદ: CJI અને જસ્ટિસ ભૂષણના ચુકાદા પર જસ્ટિસ નઝીર અસહમત, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ સંલગ્ન એક મહત્વના મામલામાં સુપ્રીમ કોર્ટની પેનલે મોટો ચુકાદો આપતા કહ્યું કે જૂના ચુકાદા તે સમયના તથ્યો પર આધારિત હતાં. મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. સમગ્ર મામલાને મોટી બેન્ચ પાસે મોકલવામાં આવશે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટના 3 જજની પેનલે 2 વિરુદ્ધ એક મતથી ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણનો મત એકસરખો હતો, પરંતુ ત્રીજા જજ જસ્ટિસ અબ્દુલ નઝીરે બંને જજ કરતા અલગ મત રજૂ કર્યો. 

જસ્ટિસ ભૂષણે કહ્યું કે ચુકાદામાં બે મત છે, એમ મારો અને અને એક ચીફ જસ્ટિસનો. બીજો મત જસ્ટિસ નઝીરનો છે. જસ્ટિસ અબ્દુલ નઝીરે આ ચુકાદા સામે અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે ચુકાદા પર પોતાનો મત રજુ કરતા કહ્યું કે આ મામલે જૂના ચુકાદામાં તમામ તથ્યો પર વિચાર કરવામાં આવ્યો નથી. મસ્જિદમાં નમાજ પર ફરીથી વિચારની જરૂર છે. આ સાથે જ આ મામલાને મોટી બેન્ચ સમક્ષ મોકલવો જોઈએ. 

2-1થી આવ્યો આ મામલે ચુકાદો
જસ્ટિસ નઝીરે આ મામલે પોતાનો મત રજુ કરતા કહ્યું કે હું મારા જજ ભાઈઓના મત સાથે સહમત નથી. ખતને પર સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાનો ઉલ્લેખ કરતા જસ્ટિસ નઝીરે કહ્યું કે આ મામલે મોટી બેન્ચમાં મામલો મોકલવો જોઈએ. જસ્ટિસ નઝીરે કહ્યું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન ભાગ છે. આ વિષય પર ચુકાદો ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને આપવો જોઈતો હતો, તેના પર ઊંડી વિચારણાની જરૂર છે. જસ્ટિસ નઝીરે કહ્યું કે 2010માં અલાહાબાદ હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તે 1994ના પ્રભાવમાં જ આવ્યો હતો. તેનો અર્થ એ છે કે આ મામલો મોટી બેન્ચમાં જવો જોઈતો હતો. 

મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઈસ્લામ માટે જરૂરી ન ગણાવતા ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર ફરીથી પુર્નવિચારની માગણી કરી હતી. આ અગાઉ મુસ્લિમ પક્ષકારોએ ચુકાદામાં અપાયેલી વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા આ મામલાને પુર્નવિચાર માટે મોટી બેન્ચને મોકલવાની માગણી કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news