નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર? Tripura CM ના એક નિવેદનથી ખળભળાટ

પોતાના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા ત્રિપુરા (Tripura) ના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ (CM Biplab Deb)  એકવાર ફરીથી ચર્ચામાં છે. મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબે દાવો કર્યો છે કે ભાજપ (BJP)  નેપાળ અને શ્રીલંકામાં સરકાર બનાવવા માંગે છે.

નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર? Tripura CM ના એક નિવેદનથી ખળભળાટ

અગરતલા: પોતાના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા ત્રિપુરા (Tripura) ના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ (CM Biplab Deb)  એકવાર ફરીથી ચર્ચામાં છે. મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબે દાવો કર્યો છે કે ભાજપ (BJP)  નેપાળ અને શ્રીલંકામાં સરકાર બનાવવા માંગે છે. બિપ્લબના આ નિવેદનથી નવો વિવાદ ખડો થયો છે. 

બિપ્લબકુમારે દાવો કર્યો કે અમિત શાહ જ્યારે ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને જણાવ્યું હતું કે પાર્ટી પોતાનો દાયરો વધારવા માંગે છે અને નેપાળ (Nepal) તથા શ્રીલંકા (Sri Lanka)માં શાસન કરવા માટે યોજના બનાવી રહી છે. બિપ્લબે દાવો કર્યો કે અમિત શાહે (Amit Shah) રાજ્ય અતિથિ ગૃહમાં અનેક કાર્યકરો સાથે બેઠકમાં આ વાત કરી હતી. 

સીપીએમ-કોંગ્રેસે ગણાવ્યું અલોકતાંત્રિક નિવેદન
સામાન્ય બજેટના વખાણ કરતા બિપ્લબે કહ્યું કે આ આત્મનિર્ભર સાઉથ એશિયા બનવા તરફનું પગલું છે. ભારતની નીતિ અને એક્શન બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવામાં સક્ષમ છે., વિપક્ષી દળ સીપીએમ અને કોંગ્રેસે (Congress) બિપ્લબ દેવના આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને તરત કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

નિવેદનની તપાસની માંગણી
વિપક્ષ કોંગ્રેસ અને સીપીએમએ કહ્યું કે બિપ્લબનું આ નિવેદન નેપાળ અને શ્રીલંકા જેવા સાર્વભૌમત્વ ધરાવતા દેશો વિરુદ્ધ એકદમ અલોકતાંત્રિક નિવેદન છે. તેમના નિવેદનની તપાસ થવી જોઈએ જેમાં તેમણે અમિત શાહની આ દેશોની સત્તા મેળવવાની યોજનાનો દાવો કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news