સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને CISFના જવાનોને દિશાનિર્દેશ, સરકારની નીતિની ટીકાને મંજૂરી નહીં
CISF કર્મીઓને ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પોતાની યૂઝર આઈડીનો ખુલાસો સંબંધિત એકમની સામે જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ પોતાના આશરે 1.62 લાખ કર્મિઓને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કેટલાક દિશાનિર્દેશ (CISF Guideline on social media use by its personnel) જારી કર્યાં છે. આ હેઠળ કર્મીઓને ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પોતાની યૂઝર આઈડીનો ખુલાસો સંબંધિત એકમની સામે જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારની નીતિઓની ટીકા ન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એક સત્તાવાર આદેશમાં આ જાણકારી આપવામાં આવી છે.
નવા દિશાનિર્દેશ 31 જુલાઈએ જારી કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક કાયદાકીય અને શિષ્ત કાર્યવાહીનો સામનો કરવો પડશે. સીઆઈએસએફ મુખ્યાલય દ્વારા જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ ઓનલાઇન મંચોથી રાષ્ટ્રીય સુરક્ષા દળના શિષ્તને ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને બે પેજના દિશાનિર્દેશ જારી કરવામાં આવી રહ્યાં છે.
કર્મીઓના સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મળી હતી ફરિયાદો
સીઆઈએસએફ હાલ દેશમાં 63 એરપોર્ટ, હવાઈક્ષેત્ર સાથે જોડાયેલી કેટલીક મહત્વની યોજનાઓ સિવાય તમામ સરકારી મંત્રાલયો અને ભવનો વગેરેની સુરક્ષા કરે છે. દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે, આ તે માટે જારી કરવામાં આવ્યું છે કે દળના કેટલાક એવા ઉદાહરણ મળ્યા છે, જ્યાં સોશિયલ મીડિયા મંચનો ઉપયોગ સીઆઈએસએફ કર્મી રાષ્ટ્ર/સંગઠન વિશે સંવેદનશીલ સૂચના શેર કરવા અને સરકારની નીતિઓનો વિરોધ કરવા કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી આપવી ફરજીયાત
નવા દિશાનિર્દેશોમાં સીઆઈએસએફ કર્મીઓના પાલન માટે પાંચ બિંદુ નક્કી કરવામાં આવ્યા છે. કર્મીઓને ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ જેવા બધા સોશિયલ મીડિયા મંચો પર ખુદ દ્વારા ઉપયોગ કરવામાં આવેતી યૂઝર આઈડીને સંબંધિત એકમ દ્વારા વિભાગને ખુલાસો કરવો પડશે. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે, આ નવું બનાવવાની સ્થિતિ, તેમણે આ વિશે વિભાગને જાણ કરવી પડશે.
સરકારની નીતિઓની ટીકા ન કરવા નિર્દેશ
તેમાં કહેવામાં આવ્યું છે કે કર્મીઓ અનામ કે ઉપનામથી યૂઝર આઈડીનો ઉપયોગ કરશે નહીં અને તે ઓનલાઇન મંચો પર ઉપયોગ સરકારની નીતિઓની કોઈપણ પ્રકારની ટીકા કરશે નહીં. દળમાં સોશિયલ મીડિયાના ઉપયોગની નીતિ સૌથી પહેલા 2016મા આવી હતી અને 2019મા તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે