બાળકો પર કોરોનાનો ખતરો, કેજરીવાલે- સિંગાપુર સાથે હવાઈ સેવા બંધ કરવાની કરી માંગ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સિંગાપુરમાં મળેલા કોરોના વાયરસ (New Variant of Coronavirus) ના નવા વેરિએ્ટને લઈને સરકારને ચેતવી છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યું કે, તત્કાલ પગલા ભરવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ સિંગાપુરમાં મળેલા કોરોના વાયરસ (New Variant of Coronavirus) એ નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકારને એલર્ટ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સિંગાપુર (Singapore) નો આ નવો વેરિએન્ટમાં ભારતમાં મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
સિંગાપુરથી ઉડાનો બંધ કરવામાં આવેઃ કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલ (Arvind Kejriwal) એ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું- સિંગાપુરમાં મળેલ કોરોનાનું નવુ સ્વરૂપ (New Variant of Coronavirus) બાળકો માટે ખતરનાક ગણાવવામાં આવી રહ્યું છે, ભારતમાં તે ત્રીજી લહેરના રૂપમાં આવી શકે છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે સિંગાપુરની સાથે હવાઈ સેવા તત્કાલ પ્રભાવથી રદ્દ કરવામાં આવે અને બાળકો માટે પણ વેક્સિનના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.
सिंगापुर में आया कोरोना का नया रूप बच्चों के लिए बेहद ख़तरनाक बताया जा रहा है, भारत में ये तीसरी लहर के रूप में आ सकता है।
केंद्र सरकार से मेरी अपील:
1. सिंगापुर के साथ हवाई सेवाएं तत्काल प्रभाव से रद्द हों
2. बच्चों के लिए भी वैक्सीन के विकल्पों पर प्राथमिकता के आधार पर काम हो
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2021
ઘણા રાજ્યોમાં બાળકો બન્યા કોરોનાનો શિકાર
મહત્વનું છે કે વૈજ્ઞાનિકે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર આવવા અને બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થાય તેવી આશંકા વ્યક્ત કરી છે. પરંતુ ઘણા રાજ્યોમાં આ પહેલા જ બાળકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવતા પહેલા જ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે.
આ પહેલા દિલ્હીમાં સંક્રમણને કારણે બે બાળકો પાંચ વર્ષની પરી અને 9 વર્ષના ક્રિશુનું કોરોનાને કારણે મોત થયું હતું. આ બે બાળકોની સારવાર દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ચાલી રહી હતી. નિષ્ણાંતોનું અનુમાન છે કે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
અત્યાર સુધી 19 હજાર બાળકો થયા બીમાર
છેલ્લા 15 દિવસ એટલે કે 1થી 16 મે 2021 વચ્ચે 19 હજાર બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ડોક્ટરો અનુસાર બાળકોમાં કોરોનાના અજીબ લક્ષણ મળી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે