આગામી 3 દિવસ સુધી સમગ્ર UP લોકડાઉન, સંવેદનશીલ વિસ્તારોમાં લાગી શકે છે કર્ફ્યૂ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 25 માર્ચથી લઈને 27 માર્ચ સુધી યુપીના તમામ 75 જિલ્લાઓ લોકડાઉન રહેશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 25 માર્ચ સુધી 18 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. તેને વધારીને હવે પ્રદેશના તમામ જિલ્લા લોકડાઉન કરાયા છે. આમ 25 માર્ચથી લઈને 3 દિવસ સુધી સમગ્ર પ્રદેશમાં લોકડાઉન રહેશે. આ સાથે જ લોકડાઉનમાં કાળાબજારીને પહોંચી વળવા માટે જરૂરિયાતના સામાન પર વધુ પૈસા લેવાયા તો કાર્યવાહી થશે. રાજ્ય પરિવહનની એક પણ બસ ન દોડે, ડીએમ સુનિશ્ચિત કરે. એમ્બ્યુલન્સ, આવશ્યક સામાન લઈ જતા વાહનોને છૂટ મળશે.
સીએમ યોગીએ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરતા નિર્દેશ આપ્યાં. આ સાથે જ તેમણે કહ્યું કે જરૂર પડ્યે સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી શકાય છે. યુપીની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી દેવાઈ છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે યુપીમાં એક સાથે 2થી વધુ લોકો ભેગા ન થાય. શાક માર્કેટ, ડેરીની દુકાનો પર ભીડ ન કરો. જે લોકો જ્યાં હોય ત્યાં જ રહે. ઓફિસ બંધ હોવાના કારણે ગામડે પાછા ન ફરે. લોકોની મદદ માટે વોલિયેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. યુપીમાં અત્યાર સુધીમાં કોરોનાના 34 કેસ પોઝિટિવ આવ્યાં છે.
મજૂરો માટે મોટી પહેલ
રોજ કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગનું દર્દ સમજવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટી પહેલ કરી છે. પ્રદેશના મજૂરો, ઈ રિક્ષા ચલાવનારાઓને સહાયતા રકમ આપવામાં આવશે. કોરોના રાહતનો પહેલો હપ્તો આપવા પણ મંડાયો છે. પ્રદેશના 20 લાખ મજૂરો, અને ગરીબ વર્ગના લોકોને એક હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત ગરીબોને રાશન ઉપલબ્ધ કરાવવાનું પણ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
દિલ્હીમાં કોઈ નવો કેસ નહી
કોરોના વાયરસના કહેર વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યાં છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. પાંચ દર્દીઓ એકદમ સાજા થઈને ઘરે ગયા છે. કોરોના વાયરસની ચપેટમાં આખો દેશ આવેલો છે. દેશમાં કોરોના પીડિતોની સંખ્યા વધીને 523 થઈ છે. જેમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. કોવિડ 19થી અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે દુનિયાભરમાં લગભગ 3 લાખ 80 હજારથી વધુ દર્દીઓ છે. જ્યારે 16497 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે