Coronavirus: નાણામંત્રીએ આપી મોટી રાહત, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ આગળ વધારી
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી જૂન સુધી આગળ વધારી છે. નાણામંત્રીએ કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે બહુ જલદી રાહત પેકેજ બહાર પાડવામાં આવશે. રાહત પેકેજ પર કામ હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે કોરોના સામે લડત લડવા માટે લોકડાઉન કરાયું છે. કોરોનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાયા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી જૂન સુધી આગળ વધારી છે. નાણામંત્રીએ કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે બહુ જલદી રાહત પેકેજ બહાર પાડવામાં આવશે. રાહત પેકેજ પર કામ હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે કોરોના સામે લડત લડવા માટે લોકડાઉન કરાયું છે. કોરોનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાયા છે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મોડું થાય તો પેનલ્ટીને પણ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવી છે. આધાર-પેન લિંક કરવાની તારીખ પણ આગળ વધારીને 30 જૂન કરવામાં આવી છે. 'વિવાદથી વિશ્વાસ'ની સ્કીમની તારીખ પણ 30 જૂન સુધી વધારવામાં આવી છે.
જુઓ LIVE TV
નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે તમામ પ્રકારના ફાઈનાન્શિયલ ફાઈલિંગની સમયમર્યાદા 29 જૂન સુધી કરવામાં આવી છે. માર્ચ-એપ્રિલ-મેની GST રિટર્નની તારીખ પણ આગળ વધારીને 30 જૂન કરવામાં આવી છે. એટલું જ નહીં કમ્પન્સેશન સ્કિમનો વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ પણ 30 જૂન કરવામાં આવી છે. જેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું છે, તેમણે લેટ ફી પણ નહીં આપવી પડે.
નાણામંત્રીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન અમે નથી ઈચ્છતા કે ઈમ્પોર્ટર અને એક્સપોર્ટર વચ્ચે કોઈ સમસ્યા થાય. 30 જૂન સુધી કસ્ટમર ક્લિયરન્સની સુવિધા પણ 24 કલાકની કરી દેવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે