Covid 19: દિલ્હીમાં દર્દીઓની સંખ્યા ડબલ, મહારાષ્ટ્રમાં પણ ડરાવી રહ્યો છે વાયરસ

દેશના ઘણા ભાગમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં નવી લહેરનો ખતરો ઉભો થઈ ગયો છે. અહીં કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. 

Covid 19: દિલ્હીમાં દર્દીઓની સંખ્યા ડબલ, મહારાષ્ટ્રમાં પણ ડરાવી રહ્યો છે વાયરસ

મુંબઈ/નવી દિલ્હીઃ દેશના ઘણા ભાગમાં ફરી કોરોના વાયરસ ડરાવી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોનાએ નવી લહેરનો ખતરો પેદા કરી દીધો છે. રાજધાની દિલ્હીમાં કોરોના હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા છેલ્લા 14 દિવસમાં 100 ટકા પહોંચી ગઈ છે. જો મંગળવારના કોરોના કેસને છોડી દેવામાં આવે તો દિલ્હીમાં છેલ્લા બે સપ્તાહથી દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે, જ્યારે મોતનો આંકડો એવરેજ 8થી 10 છે. તો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ડબલ ઉછાળ આવ્યો છે. મોતના આંકડા પણ ડરાવી રહ્યાં છે. 

ઘણા રાજ્યોમાં એકવાર ફરી કોરોના કેસોની ગતિ ડરાવનારી છે. કેન્દ્ર સરકારે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિથી નવી લહેરનો ખતરો ઉભો થયો છે. દેશની રાજધાનીમાં 15 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થવાના મામલામાં બમણો વધારો થયો છે. કોવિડ મૃત્યુદરમાં ઉલ્લેખનીય વૃદ્ધિની સાથે હોસ્પિટલોના આઈસીયૂમાં દર્દીઓની સંખ્યા એક ઓગસ્ટથી ડબલ થઈ ગઈ છે.

દિલ્હીમાં ઓગસ્ટમાં દરરોજ 5 મોત
બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 1652 કેસ સામે આવ્યા અને 8 લોકોના મોત થયા. આ દરમિયાન સંક્રમણ દર 9.92 ટકા નોંધાયો છે. ખાસ કરીને 1 ઓગસ્ટથી કોરોના મોતનો આંકડો એવરેજ 5 છે. દિલ્હી સ્ટેટ હેલ્થ બુલેટિન દ્વારા આપવામાં આવેલા આ આંકડા ડરાવી રહ્યાં છે. માત્ર મંગળવારને છોડી દેવામાં આવે તો આ મહિને બે હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. તો હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં 588 દર્દીઓ દાખલ છે. જ્યારે 205 ઓક્સીજન સપોર્ટ અને 22 વેન્ટિલેટર પર છે. આઈસીયૂમાં દાખલ 1 ઓગસ્ટે 98થી વધીને 16 ઓગસ્ટ સુધી 202 આંકડો થઈ ગયો છે. 

ડીજીસીએ જાહેર કરી ગાઇડલાયન્સ
કોરોનાના વધતા કેસો બાદ ડીજીસીએએ યાત્રીકો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે યાત્રીકોએ કોરોના નિયમોનું પાલન ફરજીયાત કરવું પડશે. સાથે વિમાનમાં માસ્ક પહેરવું ફરજીયાત હશે. 

મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસમાં વધારો
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે પ્રદેશમાં બુધવારે 1800 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અડધાથી વધુ મુંબઈથી આવ્યા અને એક દિવસ પહેલા 836 કરતા મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે છ લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news