Covid-19: આખરે ગુજરાતીઓમાં કોરોના વિરુદ્ધ આટલી બધી એન્ટીબોડી બની કેવી રીતે? વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો
કોરોનાને નષ્ટ કરતી એન્ટીબોડી આખરે ગુજરાતીઓમાં આટલી બધી ક્યાંથી આવી ગઈ? આ રહસ્યનો વૈજ્ઞાનિકોએ આ રીતે કર્યો ખુલાસો. વાંચો અહેવાલ
Trending Photos
અમદાવાદ: દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરે ખુબ તાંડવ મચાવ્યું હતું. એપ્રિલ દરમિયાન પ્રદેશમાં ઝડપથી કોરોનાના કેસ વધ્યા હતા. તે સમયે સેકન્ડ વેવ પીક પર હતી. હાહાકાર મચ્યો હતો. પરંતુ જે ઝડપથી આ કેસમાં વધારો થયો, ઘટાડો પણ એટલો જ ઝડપી જોવા મળ્યો. કહેવત છે કે સોનું બરાબર તપીને જ નીખરે છે. જ્યારે તમે કોઈ ચીજથી સર્વાઈવ થાઓ છો ત્યારે તમે વધુ મજબૂત બની જાઓ છો.
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ જોઈએ તો તે ઘંટી આકારનો એટલે કે 'બેલ શેપ્ડ' છે. 30 એપ્રિલના રોજ જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે અહીં કેસ વધીને 14,605 થઈ ગયા હતા. એટલે કે દર મિનિટે 10 કેસ જોવા મળતા હતા. ઘટાડો પણ એટલો જ ઝડપી રહ્યો. 30 મેના રોજ કેસ ઘટીને 2230 પર પહોંચી ગયા એટલે કે ઘટાડો સાત ગણો ઝડપથી થયો. TOI ના એક અહેવાલ મુજબ કોરોનાના કેસમાં ઝડપથી ઉતાર ચડાવથી સામાન્ય માણસો અને વૈજ્ઞાનિકો બંને વિચારમાં પડ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ના અભ્યાસમાં એક મોટો ખુલાસો થયો છે. રિસર્ચ મુજબ કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટમાં મ્યૂટેશનથી લોકોમાં એટલી જ ઝડપથી એન્ટીબોડી બની ગઈ. જેનાથી વાયરસ વિરુદ્ધ 'હર્ડ ઈમ્યુનિટી' તૈયાર થવાનો રસ્તો ખુલ્યો.
કેમ ઝડપથી બની એન્ટીબોડી?
આ અંગે એક રિસર્ચ પેપર પણ પબ્લિશ કરાયું છે. જેનું મથાળું છે 'ડિફેક્ટિવ ઓઆરએફ8 ડાઈમરાઈઝેશન ઈન ડેલ્ટા વેરિઅન્ટ ઓફ સાર્સ CoV2 1 લીડ્સ ટુ એબ્રોગેશન ઓફ ઓઆરએફ8 એમએચસી-1 ઈન્ટરેક્શન એન્ડ ઓવરકમ સપ્રેશન ઓફ એડેપ્ટિવ ઈમ્યુન રિસ્પોન્સ' જીબીઆરસીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ડેલ્ટા વેરિઅન્ટના પગલે તે લોકોમાં પણ વધુ એન્ટીબોડી બની ગઈ જેમને મામૂલી સંક્રમણ થયું. ડેલ્ટા વેરિઅન્ટથી એન્ટીબોડીઝનું જનરેશન ઝડપથી થયું. જે જૂના વેરિઅન્ટમાં થયું નહતું.
વૈજ્ઞાનિક ભાષામાં સમજો કારણ
એક રિસર્ચરના જણાવ્યાં મુજબ ડેલ્ટા વેરિઅન્ટમાં ઓઆરએફ8 પર બે મિસિંગ અમીનો એસિડથી તે એમએચસી-1ને મજબૂતીથી પકડી શક્યો નહીં. એમએચસી-1 સેલ સરફેસ મોલીક્યૂલ છે જે ઈમ્યુન સિસ્ટમને અલર્ટ કરે છે. આ નબળા બોન્ડિંગના ગલે ઈમ્યુન સિસ્ટમને અર્લી વોર્નિંગ મળી. આવામાં મામૂલી કોવિડ સંક્રમણ બાદ પણ ઈમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ.
શું હોય છે આ એન્ટીબોડી
એન્ટીબોડી શરીરના એ તત્વો છે જેનું નિર્માણ આપણી ઈમ્યુન સિસ્ટમ શરીરના વાયરસને બેદમ કરવા માટે કરે છે. સંક્રમણ બાદ એન્ટીબોડી બનવામાં અનેકવાર એક અઠવાડિયા કરતા પણ વધુ સમય લાગી શકે છે. ડોક્ટરોનું માનીએ તો કોરોના વાયરસથી રિકવર થયેલા તમામ દર્દીઓના શરીરમાં એન્ટીબોડી બને જ એવું જરૂરી નથી, પરંતુ 98 ટકાથી વધુ દર્દીઓના શરીરમાં એન્ટીબોડી વિક્સિત થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે