ડિયર જિંદગી: તમે આવ્યા હોત તો વધુ સારું હોત!
ક્યારેક નાના કસબા, ગામડામાંથી આવેલા લોકો હવે શહેરમાં જમા થવા લાગ્યા છે. જીવનના તેમના સપના, રોજગારીની જરૂરિયાતને તેમના જન્મ સ્થળ પુરા કરવામાં જેમ-જેમ અસફળ થઇ રહ્યા છે, તે નવા શહેરો તરફ નિકળી રહ્યા છે. ત્યાં જઇને પોતાના મકાનો બનાવવા, બાળકો માટે ભવિષ્યની શોધમાં હવે પોતાના 'મૂળિયા'થી દૂર થતા જાય છે. આ બધુ સમયની જરૂરિયાત છે, જીવનચક્રની નિયતિ છે.
Trending Photos
દયાશંકર મિશ્રા: ક્યારેક નાના કસબા, ગામડામાંથી આવેલા લોકો હવે શહેરમાં જમા થવા લાગ્યા છે. જીવનના તેમના સપના, રોજગારીની જરૂરિયાતને તેમના જન્મ સ્થળ પુરા કરવામાં જેમ-જેમ અસફળ થઇ રહ્યા છે, તે નવા શહેરો તરફ નિકળી રહ્યા છે. ત્યાં જઇને પોતાના મકાનો બનાવવા, બાળકો માટે ભવિષ્યની શોધમાં હવે પોતાના 'મૂળિયા'થી દૂર થતા જાય છે. આ બધુ સમયની જરૂરિયાત છે, જીવનચક્રની નિયતિ છે.
અલગ-અલગ કારણથી જ યોગ્ય સમય પર પલાયન આપણા સમયનું સૌથી ક્રૂર સત્ય છે. આપણે આ બધા માટે શ્રાપિત છીએ કે બાળપણની યાદોથી દૂર જઇને સપના મળવાના છે. મંજીલ અને મુશ્કેલ આ અર્થમાં એકબીજાના પૂરક છે કે બીજા વિના પહેલાનું મળવું સંભવ નથી. સમેટાતા ગામડા અને વધતા શહેરો આ ભારતની કહાણી છે. કોઇ નવી વસ્તુ નથી! તો આજે આપણે 'ડિયર જીંદગી'માં શહેરીકરણ પર કેમ ચર્ચા કરી રહ્યા છીએ.
હકિકતમાં આપણે શહેર, સમાજ અને એકલાપણા પર વાત કરવા જઇ રહ્યા છીએ. અહીં શહેરનો અર્થ નગર નહી તે જગ્યા છે, જ્યાં આપણે સપનાની શોધમાં આવેલા છીએ. પોતાનાઓથી દૂર.
એક ઉદાહરન સમજીએ
રાજેશ શ્રીવાસ્તનો પરિવાર ઉત્તર પ્રદેશના ઇલાહાબાદથી છે. તે ત્યાં એક ખાનગી કંપનીમાં મેનેજરના પદ પર કામ કરી રહ્યો છે. કોઇ ત્રીસ વર્ષ પહેલાં તે નોકરીની શોધમાં દિલ્હી આવ્યા હતા. ઇલાહાબાદમાં તેમનો પરિવાર છે. ચાર ભાઇ, સંબંધીઓ અલગથી. દિલ્હી આવ્યા પછી કેટલાક વર્ષો સુધી તેમનો શહેર સાથે સંબંધ જળવાઇ રહ્યો, પરંતુ ધીરે-ધીરે તે 'દિલ્હી'વાળા તરફ આગળ વધી ગયા. દિલ્હીમાં તે દરેક શુભચિંતક, મિત્ર માટે ઉપલબ્ધ હતા, જ્યારે થોડાક કિલોમીટરના અંતરે વસેલું ઇલાહાબાદ ક્યારે તેમને દૂર લાગવા લાગ્યું, તેની ખબર પણ ન પડી.
ઇલાહાબાદમાં પરિવાર, સંબંધીઓ, મિત્રો સાથે જ્યારે પણ કંઇક નાનું મોટું આયોજન થાય છે તો તેમને યાદ કરવામાં આવે છે, પરંતુ યુવા રાજેશના પગ જેમ-જેમ દિલ્હીમાં જામતા ગયા, તેમની નજરોમાંથી તેમના 'પોતાના' દૂર થતા ગયા.
ધીમે-ધીમે તે પરિવારના દરેક સુખ, દુખથી દૂર થઇ ગયા. જ્યારે પણ આમંત્રણ આવે છે તો તે સીધી રીતે ના તો પાડતા નથી, પરંતુ પછી તે કહી દે છે કે સમય નથી. જ્યારે દિલ્હી પાસે તેમની પાસે ભરપૂર સમય હતો. ઘણીવાર તો ભાઇ ખૂબ બિમાર થઇ ગયો, માતાની સર્જરી થઇ ગઇ. રાજેશ ઇલાહાબાદ એટલા માટે ન ગયો, કારણ કે તે 'પોતાના' પરિવાર સાથે પહેલાંથી ન રજાઓ માણી રહ્યા હતા.
ઘર-પરિવાર સાથે માતા-પિતા અને તેમના વડીલો બસ એટલું જ કહે છે કે બધુ સારી રીતે થઇ ગયું, પરંતુ રાજેશ, તું આવ્યો હોત તો સારું હોત! તારી ખોટ સાલે છે.
સંયુક્ત પરિવારથી વિખૂટા પડેલા બાળકો એકલાપણું ઝડપથી વધી રહ્યું છે. તેમની ડિક્શનરીમાં પરિવારનો અર્થ ફક્ત પપ્પા-મમ્મી અને વધુ એક ભાઇ-બહેન છે. કાકા-કાકી, ફૂવા જેવા બધા સંબંધો 'અંકલ-આંટી'માં સમેટાઇ ગયા છે.
એવું નથી કે રાજેશના શહેરમાં જામી જતાં, પોતાના ઘરેથી કપાઇ જતાં કોઇએ દરમિયાનગિરી કરવાનો પ્રયત્ન ન કર્યો. પરંતુ જ્યારે સપનાઓના શહેરમાં તમારા પગ સારી રીતે જામી જાય તો એવું થાય છે કે પોતાની વાતો તમારા સુધી તો પહોંચતી નથી અથવા સારી વાતો કડવી લાગવા લાગે છે.
હવે રાજેશ બાદ દિલ્હી આવ્યાના ત્રીસ વર્ષ બાદ!
તેમના બાળકો મુંબઇમાં વસી ગયા છે. દિલ્હી હવે રાજેશનું ગામ બની ગયું છે. બાળકો પાસે મુંબઇમાં એટલી 'જગ્યા' નથી કે રાજેશ અને તેમની પત્ની ત્યાં તેમની સાથે રહે.
રાજેશ, તેમની જીવનસંગિનીને લાગે છે કે પોતાની પાસે ઇલાહાબાદ પરત ફરી જઇએ, પરંતુ ત્યાં તેમના માટે હવે જગ્યા નથી. ત્યાં તે બાળકોને પણ જે ક્યારેય તેમની સાથે નથી રહ્યા, તેમના માટે અપરિચિત છે. તેમના મનમાં તેમના માટે સ્નેહનું કોઇ ફૂલ ખિલતું નથી.
વડીલો જે બચ્યા છે, તે તેમના સ્વાગતમં હજુ પણ રાહ જોઇને બેઠ્યા છે, પરંતુ ઉલ્લેખનીય છે કે ઘણું બધુ તૂટી ગયું છે. છૂટી ગયું છે.
તેમના માટે શહેર, નોકરી અને જીંદગીની ભાગમભાગને દોષ આપવાથી કંઇ નહી થાય! આ એકમાત્ર રાજેશની કહાણી નથી.
જેના જીવનમાં આ કડવો ભાગ જેટલો ઓછો છે, તેમનું જીવન એટલું જ પ્રિય છે. આ સ્નેહ, આત્મીયતાની કમીથી ઉપજેલું સંકટ છે, જેના માટે ફક્ત આપણી સંકુચિત વિચારસણી-પ્રેમની કહાણી દોષી છે, કોઇ બીજું નથી.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે