Manish Sisodia એ એક ટ્વીટથી ખળભળાટ મચાવ્યો, BJP પર લગાવ્યો મોટો આરોપ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા બદલ સીબીઆઈ અને ઈડીના તમામ કેસ બંધ કરવા માટે ઓફર આપી છે.
Trending Photos
Manish Sisodia: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા બદલ સીબીઆઈ અને ઈડીના તમામ કેસ બંધ કરવા માટે ઓફર આપી છે.
સિસોદિયાએ કરી ટ્વીટ
મનિષ સિસોદિયાએ આજે સવારે એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે લખ્યું કે 'મારી પાસે ભાજપનો સંદેશ આવ્યો છે આપ તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ CBI ED ના કેસ બંધ કરાવી દઈશું.' પછી તેમણે લખ્યું છે કે 'મારો ભાજપને જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી દઈશ પરંતુ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં. મારા વિરુદ્ધ તમામ કેસ ખોટા છે. જે કરવું હોય તે કરી લો. '
मेरे पास भाजपा का संदेश आया है- “आप” तोड़कर भाजपा में आ जाओ, सारे CBI ED के केस बंद करवा देंगे
मेरा भाजपा को जवाब- मैं महाराणा प्रताप का वंशज हूँ, राजपूत हूँ। सर कटा लूँगा लेकिन भ्रष्टाचारियो-षड्यंत्रकारियोंके सामने झुकूँगा नहीं। मेरे ख़िलाफ़ सारे केस झूठे हैं।जो करना है कर लो
— Manish Sisodia (@msisodia) August 22, 2022
સિસોદિયાને ભાજપના નેતાનો જવાબ
આ બધા વચ્ચે ભાજપના નેતા કપિલ મિશ્રાએ મનિષ સિસોદિયાને જવાબ આપતા ટ્વીટ કરીને કહ્યું કે 'જિંદગીભર ઔરંગઝેબની ઈબાદત કરી અને ચોરી તથા લાંચમાં જેલ જવાનો સમય આવ્યો તો મહારાણા પ્રતાપ યાદ આવી ગયા. કેસ માફ કરાવવા અને ભાજપમાં આવવા માટે તમે કેટલા પાપડ વણ્યા છે તે મીડિયા અને પોલિટિકલ સર્કલમાં બધાને ખબર છે. પકડાઈ જાય ત્યારે દરેક ભ્રષ્ટ, ચોર, લાંચખોર આવી જ રીતે કરગરે છે.'
ज़िंदगी भर औरंगज़ेब की इबादत की और चोरी और रिश्वतख़ोरी में जेल जाने का समय आया तो महाराणा प्रताप याद आ गए
केस माफ़ कराने और BJP में आने के लिए आपने कितने पापड़ बेलें है ये मीडिया और पोलिटिकल सर्कल में सबको पता है
पकड़े जाने पर हर भ्रष्ट , चोर, रिश्वतखोर ऐसे ही बिलबिलाता है https://t.co/50cyNnVdZ6
— Kapil Mishra (@KapilMishra_IND) August 22, 2022
કોંગ્રેસે માંગ્યું રાજીનામું
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ ગભરાયેલા છે કારણ કે કૌભાંડના મૂળિયા તેમના દરવાજા સુધી જાય છે. બીજી બાજુ કોંગ્રેસે પણ મનિષ સિસોદિયાના રાજીનામાની માંગણી કરતા કહ્યું કે આ મુદ્દો આબકારી નીતિનો છે અને આપે શિક્ષણ નીતિની ચર્ચાની આડમાં તેને 'છૂપાવવા'નો પ્રયત્ન રોકવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે