Janmashtami 2022: જન્માષ્ટમીએ કાન્હાને શું ધરાવશો ભોગ?, આ વસ્તુઓ અર્પણ કરવાનું ન ભૂલતા
સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એવું કોઈ મંદિર નહીં હોય જ્યાં આ તહેવાર ધામધુમથી મનાવવામાં આવતો ન હોય?. જન્માષ્ટીમને ગુજરાતના લોકો ગોકુળ આઠમથી પણ ઓળખે છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો.
Trending Photos
ગુજરાતમાં જન્માષ્ટમીનું એક આગવું મહત્વ છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એવું કોઈ મંદિર નહીં હોય જ્યાં આ તહેવાર ધામધુમથી મનાવવામાં આવતો ન હોય?. જન્માષ્ટીમને ગુજરાતના લોકો ગોકુળ આઠમથી પણ ઓળખે છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. તેથી દર વર્ષે આ તિથિએ કાન્હાનોનો જન્મદિવલ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને આ વસ્તુઓ કરો અર્પણઃ-
માખણ અને મિશ્રીઃ-
માખણ અને મિશ્રી બંને શ્રીકૃષ્ણને પ્રિય છે. તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને આ બંને વસ્તુઓ અર્પણ કરો. તેમાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરો.
પંજીરીઃ-
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ધાણા પંજીરી ચઢાવવામાં આવે છે. તેના માટે ધાણા પાવડરમાં કાજુ, બદામ, ખાંડ અને ઘી મિક્સ કરીને કાન્હાને અર્પણ કરો.
મખાનાની ખીરઃ-
શ્રી કૃષ્ણને મખાનાની ખીર પસંદ છે. તેથી જન્માષ્ટમી પર કન્હૈયાને મખાના અને ડ્રાયફ્રૂટ્સવાળી ખીર ચઢાવો.
પંચામૃતઃ-
જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અને પ્રસાદ તરીકે પણ વહેંચવામાં આવે છે.
મખાના પાગઃ-
મખાના પાગ જન્માષ્ટમીના દિવસે જ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને અર્પણ કરો.
લોટની પંજીરીઃ-
એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને લોટની પંજીરી ખૂબ જ પ્રિય છે, તેથી કાન્હાને ધાણા અને લોટની પંજીરી બંને ચઢાવવા જોઈએ.
જન્માષ્ટમી પર રચાયેલા શુભ યોગઃ-
અભિજીત મુહૂર્ત- 18મી ઓગસ્ટે બપોરે 12:05થી 12:56 સુધી
ઉદય- 10મી ઓગસ્ટે રાત્રે 8.56 વાગ્યાથી 18મી ઓગસ્ટના રાત્રે 8.41 વાગ્યા સુધી
ધ્રુવ યોગ- 18 ઓગસ્ટે રાત્રે 8:41 વાગ્યાથી 19 ઓગસ્ટના રાત્રે 08:59 વાગ્યા સુધી
જ્યોતિષના મતે આ વર્ષે અષ્ટમી 18 ઓગસ્ટની રાત્રે 9.20 વાગ્યાથી શરૂ થશે અને 19 ઓગસ્ટની રાત્રે 10.59 વાગ્યા સુધી રહેશે. પૂજાનો સમયગાળો 18 ઓગસ્ટે બપોરે 12.03થી 12.47 સુધીનો રહેશે. આ સ્થિતિમાં પૂજા માટે કુલ 44 મિનિટનો સમય આપવામાં આવશે. તે જ સમયે, 19 ઓગસ્ટના રોજ સવારે 5:52 વાગ્યા પછી પારણા થશે. આવી સ્થિતિમાં આ વર્ષે જન્માષ્ટમી વ્રત 18 ઓગસ્ટે રાખવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની રાત્રે 12 વાગે થયો હતો, તેથી આ યોગ 18 ઓગસ્ટના રોજ બની રહ્યો છે. જ્યારે કેટલાક માને છે કે 19 ઓગસ્ટના રોજ આખો દિવસ અષ્ટમી તિથિ હશે અને આ તારીખે સૂર્યોદય પણ થશે. તેથી જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી, શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની રાત્રે 12 વાગ્યે થયો હતો. આવી સ્થિતિમાં, આ તહેવાર 18 ઓગસ્ટ 2022ના રોજ જ ઉજવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે