વિરોધ પક્ષનો દરેક શબ્દ સરકાર માટે મૂલ્યવાનઃ પીએમ નરેન્દ્ર મોદી

17મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન વડાપ્રધાને તમામ સાંસદોને આગ્રહ કર્યો કે તેઓ જ્યારે ગૃહમાં હોય ત્યારે નિષ્પક્ષ રહે અને રાષ્ટ્રના વ્યાપક હિત સાથે સંકળાયેલા મુદ્દાઓનું સમાધાન કરે 
 

વિરોધ પક્ષનો દરેક શબ્દ સરકાર માટે મૂલ્યવાનઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 17મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે વિરોધ પક્ષને સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે, તેમણે પોતાની સંખ્યા અંગે ચિંતા કરવાની જરૂર નથી. વિરોધ પક્ષનો દરેક શબ્દ સરકાર માટે 'મુલ્યવાન' છે. આ સાથે જ વડાપ્રધાને તમામ સાંસદોને આગ્રહ કર્યો કે તેઓ જ્યારે ગૃહમાં હોય ત્યારે નિષ્પક્ષ રહે અને રાષ્ટ્રના વ્યાપક હિત સાથે સંકળાયેલા મુદ્દાઓનું સમાધાન કરે. 

વડાપ્રધાને જણાવ્યું કે, "સંસદીય લોકશાહીમાં વિરોધ પક્ષની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વિરોધ પક્ષે પોતાની સંખ્યા અંગે ચિંતા કરવાની જરૂર નથી. મને આશા છે કે તેઓ (વિરોધ પક્ષ) સક્રિયતા સાથે બોલશે અને ગૃહની કાર્યવાહીમાં ભાગીદારી કરશે."

પક્ષ અને વિપક્ષને ભુલી જવું જોઈએ
વડાપ્રધાને 17મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થાય એ પહેલા સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "આપણે જ્યારે સંસદમાં આવીએ છીએ ત્યારે આપણે પક્ષ અને વિપક્ષ અંગે ભુલી જવું જોઈએ. આપણે નિષ્પક્ષ ભાવના સાથે મુદ્દાઓ અંગે વિચારવું જોઈએ અને દેશના વ્યાપક હિતમાં કામ કરવું જોઈએ."

— ANI (@ANI) June 17, 2019

મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના પાછલા કાર્યકાળમાં સંસદનો 'રબર સ્ટેમ્પ' તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવતા સોમવારે આશા વ્યક્ત કરી કે, આ વખતે એ પરંપરા બદલાશે અને મુખ્ય ખરડાઓને બહુમતના દબાણમાં સંસદીય સમીક્ષા વગર પસાર કરાશે નહીં. 

કોંગ્રેસના વિરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું કે, 'લોકશાહીમાં વટહુમક દ્વારા કાયદો ઘડવો એ અત્યંત અસ્વસ્થ પરંપરા છે. આ વ્યવસ્થાનો ઉપયોગ માત્ર કટોકટીની સ્થિતિમાં જ કરવો જોઈએ. બાકીના સંજોગમાં સરકારે કાયદો બનાવવાની નિર્ધારિત પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ.' તેમણે કહ્યું કે, એનડીએ સરકારના પ્રથમ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મોટાભાગના ખરડાઓને કાયદાકીય સમીક્ષા માટે સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવતા ન હતા, જે કોઈ પણ કાયદો બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 

આનંદ શર્માએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે આ પરંપરાનું સન્માન કરાશે. નવી સરકારની વટહુકમ પરની નિર્ભરતા અને સમીક્ષા કર્યા વગર ખરડો પસાર કરવાનું ચલણ ફરીથી રીપિટ કરાશે નહીં. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news