કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તર પર પહોંચ્યો ભારતમાં કોરોના વાયરસઃ સ્વાસ્થ્ય નિષ્ણાંતો

સરકાર વારંવાર તે કહી રહી છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામુદાયિક પ્રસારના સ્તર પર પહોંચ્યું નથી, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ તે વાતની પુષ્ટી કરી છે કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. 
 

કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તર પર પહોંચ્યો ભારતમાં કોરોના વાયરસઃ સ્વાસ્થ્ય નિષ્ણાંતો

નવી દિલ્હીઃ એઇમ્સના ડોક્ટરો અને આઈસીએમઆર શોધ સમૂહના બે સભ્યો સહિત સ્વાસ્થ્ય નિષ્ણાંતોના એક સમૂહનું કહેવું છે કે, દેશની ગીચ અને મધ્યમ વસ્તી વાળા ક્ષેત્રોમાં કોરોના વાયરસ સંક્રમણના સામુદાયિક પ્રસાર એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન (community transmission)ની પુષ્ટિ થઈ ચુકી છે. તો સરકાર વારંવાર તે કહી રહી છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામુદાયિક પ્રસારના સ્તર પર પહોંચ્યું નથી જ્યારે સોમવાર સુધી દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 5394 પર પહોંચી ગયો તો સંક્રમણના કુલ મામલા 1,90,535 થઈ ગયા છે. 

ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન (આઈપીએચએ), ઇન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (આઈએપીએસએમ) અને ઇન્ડિયન એપીડિમિલોજિસ્ટ્સ એસોસિએશન (આઈએએઇ)ના નિષ્ણાંતો દ્વારા સંચાલિત એક રિપોર્ટ પ્રધાનમંત્રીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશની ગીચ અને મધ્યમ વસ્તી વાળા ક્ષેત્રોમાં કોરોના વાયરસ સંક્રમણના કોમ્યુનિટી ટ્રાન્શમિશનની પુષ્ટિ થઈ ચુકી છે અને આ સ્તર પર કોવિડ-19ને સમાપ્ત કરવો અવાસ્તવિક લાગે છે. 

ચોથા તબક્કામાં વધ્યું સંક્રમણ
રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન મહામારીના પ્રસારને રોકવા અને મેનેજમન્ટ માટે પ્રભાવી યોજના બનાવવા માટે કરવામાં આવ્યું હતું જેથી સ્વાસ્થ્ય સેવા સિસ્ટમ પ્રભાવિત ન થાય. તે સંભવ થઈ રહ્યું હતું પરંતુ નાગરિકોને થઈ રહેલી અસુવિધા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં ચોથા તબક્કામાં આપવામાં આવેલી રાહતને કારણે આ પ્રસાર વધ્યો છે. 

સ્ટ્રીટ વેન્ડરો માટે મોદી સરકાર લાવી નવી યોજના, હવે મળશે 10 હજાર રૂપિયાની લોન  

કોવિડ કાર્ય બળના 16 સભ્યવાળા સમૂહમાં આઈપીએસએમના પૂર્વ અધ્યક્ષ અને એઇમ્સ દિલ્હીમં સામુદાયિક ચિકિત્સા કેન્દ્રના પ્રમુખ ડો શશિ કાંત, આઈપીએચએના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીસીએમ એઇમ્સના પ્રોફેસર ડો. સંજય કે રાય, સામુદાયિક ચિકિત્સા, આઈએમએસ, બીએચયૂ, વારાણસીના પ્રોફેસર અને મુખ્ય ડો ડીસીએસ રેડ્ડી, ડીડીએમ અને એસપીએચ પીજીઆઈએમઈઆર, ચંદીગઢના પૂર્વ પ્રોફેસર અને પ્રમુખ ડો રાજેશ કુમાર સામેલ છે. નિષ્ણાંતોએ તે પણ કહ્યુ કે, મહામારીને ડામવાના ઉપાયો સંબંધી નિર્ણયો લેતા સમયે મહામારી નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી નથી. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ભારત સરકારે મહામારી નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હોત જેને અન્યની તુલનામાં તેની સારી સમજ હોય છે તો લગભગ સારા ઉપાયો કરી શકાયા હોત. નિષ્ણાંતોએ કહ્યું, એવું લાગે છે કે હાલની જાહેર જાણકારીને આધાર પર સરકારને ચિકિત્સકો અને એકેડેમિક મહામારી વૈજ્ઞાનિકો દ્વારા સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું, નીતિ બનાવનારે સ્પષ્ટ રૂપથી સામાન્ય વહીવટી અધિકારીઓ પર વિશ્વાસ કર્યો જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયામાં મહામારી વિજ્ઞાન, જાહેર સ્વાસ્થ્ય, નિવારક દવા અને સામાજીક વિજ્ઞાન ક્ષેત્રના નિષ્ણાંતોની ભૂમિકા ખુબ સીમિત હતી. નિષ્ણાંતોએ કહ્યુ કે, ભારત આ સમયે માનવીય સંકટ અને મહામારીની મોટી કિંમત ચુકાવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news